ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં મહિલા સાથે રિલેશનશિપ નહીં રાખનાર યુવાને મહિલાને રિલેશનશિપ રાખવાનું કહીને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો બોલીને ખોટી ધમકીઓ આપતો હોય મહિલાએ આરોપી યુવાન વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના સામાકાંઠે સોસાયટીમાં રહેતી મહિલાએ આરોપી ધર્મેન્દ્ર આદ્રોજા (રહે. મહેન્દ્રનગર) વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, આજથી બે મહિના પહેલા ફરીયાદીને આરોપી સાથે રિલેશનશિપ હોય બાદમાં ફરીયાદી રિલેશનશિપ રાખવા માંગતા ન હોય જેથી આરોપીને આ બાબતે કહેતા આરોપી રિલેશનશિપ રાખવાનુ કહેતા હોય અને ફરીયાદીને ફોન કરી ફોનમાં જેમ તેમ ગાળો બોલતા હોય તથા ખોટી ધાક ધમકીઓ આપતા હોય તથા ફરીયાદીના સંબંધીઓને ફોન કરી ફરીયાદી વિષે ખરાબ વાતો કરતા હોવાથી ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મહિલાની ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.