ધર્મેશ બુટાણીએ જાનથી મારી નાખવાની ધમકી અને બિભત્સ રીતે ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી
અલ્પેશ ઢોલરીયાના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ ધર્મેશ બુટાણીએ મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપવા મુદ્દે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ધર્મેશ બુટાણી અરજી મુજબ અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરીયાએ તા. 27-10-2022ના રોજ સાંજે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને બિભત્સ ગાળો આપી હતી. જેને લઈને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરવા અરજી કરવામાં આવી છે.
ધર્મેશ બુટાણીની અરજી પ્રમાણે આરોપી અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, અલ્પેશ ઢોલરીયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તેના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેને લઈને ધમકી આપી હતી. આરોપી અલ્પેશ ઢોલરીયા ઝનૂની સ્વભાવના હોવાથી મને નુકસાન પહોંચાડશે જેથી અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.