ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું તેમાં ખેલ મહાકુંભ જેવી રમતનું આયોજન સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવતું હોય પરંતુ નિર્ણાયકોની દાદાગીરી અને ગુંડાગર્દી કારણે ખેલાડીઓનું ભવિષ્ય ખતરામાં મુકાય છે.
કરાટે જેવી રમતમાં માપ કરતા અડધા માપનું ગ્રાઉન્ડ બનાવવું, 18 વર્ષથી ઓછી વયના ઓફિસિયલ હોવા, વાલીઓ દ્વારા વિડીયો ઉતારવામાં આવતા બંધ કરી દેવા, અને વાલીઓ પાસેથી ફોન જટીલેવા, કોચ ઉપર હાથ ઉપાડીને મારામારી કરવી, આ કેટલું યોગ્ય ? આવા મુદ્દાઓ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું, જેમાં નગરમંત્રી રાજભાઈ ઝાલાવાડીયા નગર કાર્યાલયમંત્રી મૌલિકભાઈ હરણેશા સાથે જ અન્ય વાલીઓ, કોચ પણ હાજર રહ્યા હતા.અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
જૂનાગઢમાં ખેલ મહાકુંભ કરાટે રમતમાં નિર્ણાયકોની દાદાગીરી સામે આવેદન
