ગિરનાર પરિક્રમામાં પોલીસની સરાહનીય કામગીરી
રેન્જ આઇજી અને એસપીનો નવતર અભિગમ સાથે બંદોબસ્ત જોવા મળ્યો: પરિક્રમાર્થીઓ સાથે પોલીસનો માનવીય અભિગમ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનારની અતિ કઠિન માનાતી લીલી પરિક્રમામાં આ વર્ષે 14 લાખ જેટલા રેકોડ બ્રેક ભાવિકો પરિક્રમા ઉમટી પડયા હતા. ત્યારે રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા નવતર અભિગમ સાથે પરિક્રમામાં બંદોબસ્ત ગોઠવી ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને પરિક્રમામાં આવતા આવારા અને લુખ્ખા તત્વોને ભાન કરાવ્યું હતું. ગિરનાર લીલી પરિક્રમા બંદોબસ્ત 6 ઝોનમાં વહેચવામાં આવ્યો હતો ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, હોમગાર્ડ, જીઆરડી સહીત બે એસઆરપીએફ કંપની સહીત કુલ 2841 કર્મચારીઓએ ફરજ બજાવી હતી આ પરિક્રમા દરમિયાન બોડીવોર્ન કેમરા 125, રસા 20, હાથબતી 65, અગ્નિ સામક 49, વોકીટોકી 210, નાઈટ વિઝન બાયનો ક્યુલર 9, મેગા ફોન 36, વાયરલેશ સેટ 55 સાથે 45 જેટલી રાવટી ઉભી કરીને ચુસ્ત બંદોબસ્ત રાખેલ. પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુ દૂર દૂર થી પરિક્રમા કરવા પધારે છે ત્યારે આવારા અને લુખ્ખા તત્વો દ્વારા મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવો અટકાવા માટે ખાસ ટિમો બનાવી હતી જેમાં શંકાસ્પદ ઈસમો સામે વોચ રાખીને કુલ 1599 સામે કાર્યવાહી કરી કામગીરી કરી હતી.
- Advertisement -
તેની સાથે 1003 ભાવિકો પરિવારથી વિખુટા પડયા હોય અથવા રસ્તો ભૂલી ગયા હોય તેવા વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું તેની સાથે પરિક્રમાર્થી સાથે ફરજ નિભાવતા માનીવીય અભિગમ અપનાવ્યો હતો પરિક્રમા રૂટ પર કઠિન મનાતી નળપાણીની ઘોડી ચડવા જતા વૃદ્ધ લોકો સહીતને મદદરૂપ થયા હતા જયારે પરિક્રમા દરમિયાન નળપાણી ઘોડીએ ભીડ થતા અને રાત્રીનો સમયે લોકો રસ્તો ભૂલતા એસપી તુરંત સ્ટાફ સાથે દોડી ગયા હતા અને ભીડને વ્યવસ્થિત કરી હતી એજ રીતે મહિલાની સી-ટીમ સહીત પોલીસ દ્વારા જંગલના રસ્તા પર ભાવિકોને નાની મોટી ઇજા થવાના બનાવો બનતા પોલીસ દ્વારા પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી ખસેડવામાં આવ્યા હતા આમ પરિક્રમાના 6 દિવસ સુધી કોઈ મોટી દુર્ઘટના ન બને તેના માટે જિલ્લા પોલીસ સાથે અન્ય જિલ્લાની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ થતા પોલીસ પરિવારે હાશકારો અનુભવ્યો હતો તેની સાથે પ્રથમ વખત ગુજરાત પોલીસ જીંદાબાદના નારા ભાવિકોએ લગાવ્યા હતા.
પોલીસે પરીક્રમાર્થીઓ માટે આરોગ્યલક્ષી કામગીરી પણ કરી
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં 14 લાખ જેટલા ભાવિકો જયારે ઉમટી પડ્યા હતા ત્યારે ભાવિકોને આરોગ્યલક્ષી કામગીરીની પોલીસે સેવા આપી હતી. જેમાં છાતીમાં દુ:ખાવા જેવી બાબતોમાં સીપીઆર આપીને હોસ્પિટલ સુધી ખસેડવામાં આવેલ હતા. તેમજ જંગલના ઉબડ ખાબડ રસ્તા પર અનેક ભાવિકો પડી જતા હાથ પગ તેમજ માથાના ભાગે ઇજાઓ થતા પોલીસ દ્વારા પ્રાથમીક સારવાર આપીને નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા. વધુ પડતી ઇજા થનાર ભાવિકોને સીવીલ હોસ્પિટલ સુધી લઇ જવામાં આવ્યા હતા. ત્યારે પરીક્રમા દરમિયાન અનેક ભાવિકોને નાની-મોટી ઇજા થતા પોલીસે આરોગ્યલક્ષી કામગીરી કરતા ભાવિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.