વોર્ડ નં.7ના ન્યુ જાગનાથ, સરદારનગર અને ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટીમાં કામગીરીનું નિરિક્ષણ
કોર્પોરેટર દેવાંગ માંકડની રજૂઆત બાદ અધિકારીઓને તાકીદે કામ પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ન્યુ જાગનાથ સરદાર નગર તેમજ ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી વિસ્તારમાં ઉઈં પાઈપલાઈન અને રોડ રસ્તાનું ડામર કામ ઝડપથી પૂર્ણ કરવા કમિશ્નર તુષાર સુમેરા અને કોર્પોરેટર દેવાંગ માંકડ દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. રાજકોટના વોર્ડ- 7 ના ન્યુ જાગનાથ સરદાર નગર તેમજ ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી વિસ્તારમાં પાણીની નવી ઉઈં ઙઈંઙઊકઈંગઊ નાખવામાં આવી છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તાર ખોદવામાં આવ્યો છે. હજુ પણ 4થી 5 જગ્યાએ પાણીને મેઈન લાઈન સાથે જોડાણનું કામ તેમજ અમુક વિસ્તારમાં લાઈન પાથરવાનું કામ બાકી હોય રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર તુષાર સુમેરા દ્વારા કોર્પોરેટર દેવાંગભાઈ માંકડની રજુઆતને ધ્યાનમાં લઈ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન સીટી એન્જી. અતુલભાઈ રાવલ તેમજ વોર્ડ નં.7ના અધિકારીઓને આ વિસ્તારનું નળ જોડાણનું કામ તેમજ 1 થી 41 ન્યુ જાગનાથ, સરદાર નગર અને ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટીમાં ડામરના રસ્તા બનાવવાનું કામ તાકીદે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન વિસ્તારના રહેવાસી, લોકોને પડતી તકલીફ અને હાલાકી વિશે કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર અને અધિકારીઓને અવગત કરાવવામાં આવ્યા હતા અને પાણીની લાઈન અને રોડ રસ્તાનું ડામર કામ ઝડપથી પૂર્ણ કરવા માટેના જરૂરી પગલા લેવા તેમજ માણસો અને મશીનરી વધારવા માટે જણાવ્યુ હતું. આ મુલાકાત દરમ્યાન સ્થાનિક અગ્રણી શાંતુભાઈ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, નિકુંજભાઈ વૈધ, નીરવભાઈ શેઠ, મોહિત ગણાત્રા, જતીનભાઈ બગડાઈ, દર્શનભાઈ પેંગ્યાતર, પરેશભાઈ વિઠલાણી, મિતુલ લાલ તેમજ 20 જાગનાથના વેપારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પડતી મુશ્કેલી વર્ણવી હતી ઝડપી ડામર કામ કરવા માટે સુચન કરવામાં આવ્યા હતા.



