કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત મળી : ઘરેલુ ગ્રાહકને ફાયદો નહિ
ખાસ-ખબર સંવાદદાતા
જુલાઈ મહિનાના પ્રથમ દિવસે ગ્રાહકોને કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત મળી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં ગેસ કંપનીઓએ 19 કિલોના કઙૠ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 30 જૂન સુધી 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2219 રૂપિયામાં મળતો હતો. જેની કિંમત 1 જુલાઈથી ઘટીને 2021 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં નવી કિંમતો આજેથી એટલે કે 1 જુલાઈ 2022થી લાગુ કરવામાં આવી છે.
- Advertisement -
તમને જણવી દઈએ કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે કેમ અથવા તેમાં શું ફેરફાર કરવામાં આવશે તે અંગે કોઈ અપડેટ નથી.
કઙૠ સિલિન્ડરની કિંમતમાં 1 જૂનના રોજ 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે છેલ્લા એક મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. સાથે જ મે મહિનામાં સિલિન્ડરના ભાવ વધીને 2354 રૂપિયા થઈ ગયા હતા. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 19 મેના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.
દેશના 4 મોટા શહેરોમાં કઙૠ સિલિન્ડરની કિંમત
દિલ્હી – રૂ. 2,021 પ્રતિ સિલિન્ડર
કોલકાતા – રૂ. 2,140 પ્રતિ સિલિન્ડર
મુંબઈ – રૂ. 1,981 પ્રતિ સિલિન્ડર
ચેન્નાઈ – રૂ. 2,186 પ્રતિ સિલિન્ડર