ડિસેમ્બર મહિનામાં થશે 6 ફેરફાર…
વિમાન ઇંધણના ભાવમાં 1.45% વધારો કરાયો : પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા
- Advertisement -
14.2 કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
એટીએફ એટલે કે વિમાન ઇંધણ 1.45 ટકા મોંઘું થયું છે જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજીના 19 કીલોના સિલિન્ડરના ભાવમાં 16.5 રૂપિયાનો વધારો થયો છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર માસિક સમીક્ષા હેઠળ ભાવમાં ફેરફાર કર્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક કીલોલિટર એટીએફ (એવિએશન ટર્બાઇન ફયુઅલ)ના ભાવમાં 1318.12 રૂપિયા એટલે કે 1.45 ટકાનો વધારો થયો છે. આ સાથે જ દિલ્હીમાં એક કીલોલીટર એટીએફનો ભાવ વધીને 91856.84 રૂપિયા થઇ ગયો છે. જેટ ફ્યુઅલના ભાવમાં સતત બીજા મહિને વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય 1 નવેમ્બરે એટીએફના ભાવમાં 2941.5 રૂપિયા એટલે કે 3.3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
જો કે નવેમ્બર અગાઉ સળંગ બે મહિને એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે એટીએફના ભાવ વર્ષની નિમ્ન સપાટીએ પહોંચી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે એક ઓક્ટોબરે એક કીલોલીટર એટીએફના ભાવમાં 5883 રૂપિયા એટલે કે 6.3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એક સપ્ટેમ્બરે એક કીલોલીટર એટીએફના ભાવમાં 4495.5 રૂપિયા એટલે કે 4.58 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં એક કીલોલીટર એટીએફનો ભાવ 84642.91 રૂપિયાથી વધીને 85861.02 રૂપિયા થઇ ગયો છે. ઓઇલ કંપનીઓએ 19 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 16.5 રૂપિયા વધારો કરતા દિલ્હીમાં તેનો ભાવ વધીને 1818.50 રૂપિયા થઇ ગયો છે. ઓઇલ કંપનીઓએ કોર્મશિયલ એલપીજી સિલિન્ડરમાં સતત પાંચમી વખત વધારો કર્યો છે. આ અગાઉ 1 નવેમ્બરે 19 કીલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પાંચ વખતના ભાવવધારામાં 19 કીલોના સિલિન્ડરમાં કુલ 172.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
19 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને મુંબઇમાં 1771 રૂપિયા, કોલકાતામાં 1927 રૂપિયા અને ચેન્નાઇમાં 1980 રૂપિયા થઇ ગયો છે. જો કે 14.2 કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો ભાવ 803 રૂપિયા પર સ્થિર રાખવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા છે.
- Advertisement -
1 મફત આધાર અપડેટ: મફત વિગતો અપડેટ માટેની અંતિમ તારીખ 14 ડિસેમ્બરે સમાપ્ત થશે આધાર કાર્ડધારકો 14 ડિસેમ્બર, 2024 સુધી myAadhaarપોર્ટલ દ્વારા તેમની વિગતો (નામ, સરનામું અથવા જન્મ તારીખ) નિ:શુલ્ક ઑનલાઇન અપડેટ કરી શકે છે.
2 SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર: ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વ્યવહારો પર કોઈ રિવોર્ડ પોઈન્ટ્સ નહીં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જઇઈં કાર્ડની વેબસાઈટ મુજબ, 1 ડિસેમ્બર, 2024થી, જો તમે જઇઈં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે કરો છો, તો ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ્સ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ પાત્ર રહેશે નહીં ફરી મળો.
3 મેસેજ ટ્રેસેબિલિટી નિયમો લાગુ: OTP ડિલિવરીમાં વિલંબ થઈ શકે TRAI એ વ્યાપારી સંદેશાઓ અનેOTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ટેલિકોમ કંપનીઓએ તેને 31મી ઓક્ટોબર સુધીમાં લાગુ કરવાની હતી, પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તેની સમયમર્યાદા વધારીને 31મી નવેમ્બર કરવામાં આવી હતી.
4ATF 2,992 રૂપિયા સુધી મોંઘું: હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એર ટ્રાફિક ફ્યુઅલ ATF )ના ભાવમાં વધારો કર્યો છે. તેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. દિલ્હીમાં ATF રૂ. 1318.12 મોંઘું થઈને રૂ. 91,856.84 પ્રતિ કિલોલિટર (1000 લિટર) થઈ ગયું છે. તે જ સમયે, કોલકાતામાં એટીએફ રૂ. 1,158.84 વધીને રૂ. 94,551.63 પ્રતિ કિલોલિટર મોંઘું થયું છે. મુંબઈમાં એટીએફ રૂ. 84,642.91 પ્રતિ કિલોલિટરના ભાવે ઉપલબ્ધ હતું, હવે તે રૂ. 1,218.11 મોંઘું થશે અને રૂ. 85,861.02 પ્રતિ કિલોલિટરના ભાવે ઉપલબ્ધ થશે.