રાજકોટ ટ્રાફિક પોલીસની કરૂણા: ઝૂંપડપટ્ટીમાં ધાબળા તથા પાઉંભાજી-બિસ્કીટનું વિતરણ
આજી ડેમ વિસ્તાર તથા કોઠારીયા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતાં શ્રમજીવી ઠંડીમાં રક્ષણ મેળવી શકે તે માટે 133 ધાબળા વિતરણ કરવામાં આવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાખીની અંદર કરૂણા પણ રહેલી છે. અને તે વાતની પ્રતીતિ રાજકોટ શહેરના ટ્રાફિક શાખાના અધિકારીઓએ કરાવી છે. રાજકોટના ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવ, ટ્રાફિક એસીપી જે.બી. ગઢવી, પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર. રાઠોડ સહિતનાઓએ આજી ડેમ વિસ્તારમાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ તથા ઝૂંપડપટ્ટી બિસ્કીટના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં સાંજ પડતા જ ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે આજી ડેમ વિસ્તાર તથા કોઠારીયા રોડ પર ફૂટપાથ રહેતા શ્રમજીવી ઠંડીમાં રક્ષણ મેળવી શકે તે માટે 133 ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સિવાય ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાઉંભાજી તથા બિસ્કીટના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસીપી,એસીપી સાથે દાતા યોગેશભાઈ જોગલ અને સામાજિક કાર્યકર્તા દિપાબેન વઘાસીયાએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કર્યા હતા.
ટ્રાફિક ACP જે.બી. ગઢવીની અનેક સેવાકીય પ્રવૃતિઓ
હાલ રાજકોટ શહેર ટ્રાફિક શાખાના અઈઙ તરીકે ફરજ બજાવનાર જયવીર ભવાનીદાન ગઢવી અગાઉ જ્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ત્યારે પણ ગૌશાળામાં ઘાસચારા, વૃક્ષ ઉછેરથી લઈ ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓથી જોડાયેલા છે. જ્યારે જે.બી.ગઢવી જ્યારે વર્ષ 2018માં કેશોદમાં ડીવાયએસપી હતા. ત્યારે કેશોદની વિભાગીય પોલીસ અધિકારીની કચેરી બહાર ગૌશાળા શરૂ કરી હતી. ગાયોને બાંધવામાં આવી નથી પરંતુ તેમની મેળે તેઓ ઘાસચારા અને પાણી માટે ગૌશાળાએ આવી જાય છે. આશરે 40 જેટલી ગાયોના નિભાવ માટે 21 થી વધુ દાતાઓ તરફથી મહિનાનું 80-90 હજાર જેટલું દાન પ્રાપ્ત થાય છે. તો, આમ પોલીસ અધિકારી તરીકે નાગરિકોની રક્ષા તો કરે જ છે જ્યારે સામાજિક પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે.