108એ પરિક્રમામાં 244 કેસમાં સારવાર આપી
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન 108ને 244 કેસ મળ્યા હતા. તમામને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલે પહોંચાડયા હતા. આ અંગે મળતી વિગત મુજબ ગિરનારની લીલી પરિક્રમા યોજાઇ હતી. લીલી પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય તેમના સ્વાસ્થ્યની કાળજી માટે 108ની ટીમને સતત 5 દિવસ ખડેપગે રખાઇ હતી. દરમિયાન 4 નવેમ્બરથી લઇને 8 નવેમ્બર સુધીમાં 108 ઇમજન્સી સારવારની ટીમને કુલ 224 કેસ મળ્યા હતા. આમાં મેડીકલ એટલે કે તાવ, શરીર દુ:અવાના 169, પડી જવાના54, રોડ ટ્રફિક એકસીડેન્ટના 21 કેસોનો સમાવેશ થયો છે.
- Advertisement -
આ તમામ કેસોમાં દર્દીને સમયસર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. લીલી પરિક્રમા દરમિયાન આ કામગીરી 108ના પ્રોગ્રામ મેનેજર દિનેશ ઉપાઘ્યાય અને સંજય ડોલરના માર્ગદર્શનમાં 108ની ટીમે કરી હતી.