અઈઙ રાધિકા ભારાઇના અધ્યક્ષ સ્થાને કાર્યવાહી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-2) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઇ નાઓના માર્ગદર્શન હેઠળ.પો.સ્ટે વિસ્તારમાં દારુ તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવુતિ નેસ્ત નામુદ કરવા સુચના કરેલ હોય,જે અન્વયે રાજકોટ શહેરના એલ.સી.બી. ઝોન-2 તથા પ્રદયુમનનગર તથા ગાંધીગ્રામ તથા ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશન ના અધિકારી તથા કર્મચારી તથા સર્વેલન્સના સ્ટાફ તથા તાલુકા પો.સ્ટે. તથા એ.ડીવી.પો.સ્ટે તથા માલવીયા પો.સ્ટે ના કર્મચારીયો તથા એલ.સી.બી ઝોન-2 ના કર્મચારીઓ ની અલગ અલગ ટીમો બનાવી રૈયાધાર, રૈયાગામ, કીટીપરા બજરંગવાડી,છોટુનગર મ.પરા, ઘંટેશ્વર 25 વારીયા જેવા વિસ્તારોમાં પ્રોહીબીશન તેમજ અન્ય ગેરકારયદેસર ની ગે.કા પ્રવુતી અટકાવા અંગેની સ્પેશીયલ કોમ્બીંગનુ આયોજન કરી પો.સ્ટે વિસ્તારોમાં નોંધાયેલ પ્રોહી બુટલેગરને ચેક કરી દેશીદારૂ ,ઇંગ્લીશ દારૂ,જીપીએકટ 135,એમ.વી.એકટ 185,ડીટેઇન વાહન,એન.સી. સહિત 62 કેસ દાખલ કરવામાં આવી હતા.