ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં પતંગોત્સવની ઉજવણી
ધારાસભ્ય, મેયર સહિત પતંગ ઉત્સવ સાથે ગરબે ઘૂમ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મરકરસંક્રાતિ પર્વ નિમિતે શહેરીજનોએ હર્ષો ઉલ્લાસ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગીરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરની 3500 ફિટ ઊંચાઈ પર અંબાજી મંદિરના પૂજારી અને ભક્તો દ્વારા મકરસંક્રાંતિ પર્વે રંગબેરંગી પતંગો ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી તેની સાથે મહાનગર પાલિકા અને ઉપરકોટ કિલ્લા સંચાલકો દ્વારા પતંગોત્સવની ઉજવણી સાથે ધારાસભ્ય મેયર સહિતના પતંગ રસિકોએ ઉતરાયણ પર્વે ગરબે ઘૂમ્યા હતા.
જુનાગઢ ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના નિજ મંદિર ઉપરથી મકરસંક્રાંતિના પાવન દિવસે પૂજારી ભાઈઓએ સાથે ભક્તોએ માતાજીના શિખર ઉપરથી પતંગ ઉડાડી અને આનંદ ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી તેમજ જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પતંગોત્સવ યોજાયો હતો.
- Advertisement -
જુનાગઢ મનપા અને સવાણી કંપની દ્વારા આયોજિત ઉપરકોટ ખાતે પતંગ ઉત્સવમાં પતંગ રસીકોએ મન ભરીને પતંગ ચગાવી હતી, સંગીતના તાલે “એ કાપ્યો છે” ના નાદ સાથે ઉપરકોટના કિલ્લા ખાતે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો, આ તકે મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા,સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા,કોર્પોરેટર શિલ્પાબેન જોષી, આરતીબેન જોષી, પલ્લવીબેન ઠાકર, શાંતાબેન મોકરિયા, ભાવનાબેન હીરપરા, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, જયેશભાઈ ધોરાજીયા, સેક્રેટરી કલ્પેશ ટોલિયા, આસી.કમિશનર જયેશ.પી.વાજા, ભાજપ કોષાધ્યક્ષ કારાભાઈ રાણવા, બક્ષી પંચ મોરચા ઉપપ્રમુખ જે.કે.ચાવડા,સેક્રેટરી કલ્પેશ જી ટોલિયા, ભાજપ અગ્રણી અલ્કેશ ગુંદાણીયા, ડો.શૈલેષ બારમેડા, સવાણી ગ્રુપ રાજેશભાઈ તોતલાણી, તેમજ અધિકારીઓ, કર્મચારી, ડોક્ટરો, વકીલો તથા બાળકો, મહિલાઓએ પતંગો ચગાવી હતી આ સમયે સમાજના આગેવાનો એ પણ હાજરી આપી અનેરા આનંદના સહભાગી થયા હતા તેમજ શહેરના આકાશમાં રંગ બે રંગી આકાશમાં પતંગો છવાઈ ગઈ હતી પતંગ ચગાવ્યા બાદ મહિલાઓ તથા નગરજનોએ ગરબે ઘૂમી આનંદ લુંટ્યો હતો.
અમૂલ્ય સેવા: જીવદયા પ્રેમી અને 1962 એમ્બ્યુલન્સે ઘાયલ પક્ષીઓને બચાવ્યા
મકરસંક્રાંતિના દિવસે શહેરના અનેક વિસ્તારોમાં પતંગ બાજો દ્વારા પતંગ ઉડાવીને આનંદ લૂંટ્યો હતો ત્યારે અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા ત્યારે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહીદ પાર્ક ખાતે પક્ષીઓ માટે મીની હોસ્પિટલ ખોલવામાં આવી હતી જેમાં કુલ 14 કેસ આવેલ હતા જેમાં 3 પક્ષીઓને સારવાર આપી ગગનમાં મુક્ત કર્યા હતા અને વધુ પડતા ઘાયલ 8 પક્ષીઓને સારવાર આપીને વન વિભાગને વધુ સારવાર અર્થે આપવામાં આવ્યા હતા જેમાં ત્રણ પક્ષીના મૃત્યુ નિપજ્યા હતા તથા જીવદયા પ્રેમીના 35 જેટલા કાર્યકરો દ્વારા શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી કોલ આવતા 50 જેટલા પક્ષીઓ દોરીમાં ફસાતા તેને સ્થળ પર રેસ્ક્યુ કરીને મુક્ત કરાવ્યા હતા એજ રીતે કરુણા હેલ્પ લાઈન 1962ને કુલ 50 જેટલા કોલ આવ્યા હતા જેમાં 8 પક્ષીઓ માટે અને અન્ય અલગ અલગ પ્રાણીઓને સારવાર આપવામાં આવી હતી.