ખાસ-ખબર સંવાદદાતા
આઈપીએલ 2022માં સોમવારે 47મી ટી20 મેચ રમાશે જેમાં રાજસ્થાન રોયલ્સનો સામનો બે વારની આઈપીએલ ખિતાબ વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઈડર્સ સામે થશે. રાજસ્થાનની ટીમ આ સિઝનમાં સારા ફોર્મમાં છે અને પ્લે-ઓફ માટેની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે એટલું જ નહીં હાલમાં પોઇન્ટ ટેબલ પર પણ બીજા સ્થાન પર છે. સોમવારની મેચમાં બન્ને ટીમ પોતપોતાની ટીમમાં બદલાવ કરે તેવી સંભાવના છે. કેકેઆરમાં ફિન્ચના સ્થાને અજિંક્ય રહાણેના પુનરાગમનની શક્યતા છે. રાજસ્થાનની ટીમ નવ મેચ રમી છે તેમાંથી છમાં જીત અને ત્રણમાં પરાજય મેળવ્યો છે. તેની સામે આ સિઝનમાં કોલકાતાની સ્થિતિ સારી નથી. તે નવ મેચમાંથી છ મેચમાં પરાજય સાથે પોઇન્ટ ટેબલ પર આઠમા ક્રમે છે. છેલ્લી મેચમાં તેને દિલ્હી કેપિટલ્સે પરાજય આપ્યો હતો. રાજસ્થાન માટે પ્લે-ઓફનો માર્ગ આસાન છે જ્યારે કોલકાતા માટે અત્યંત કઠિન છે. તેના માટે જરૂરી છે કે તે વધુમાં વધુ મેચમાં વિજય મેળવે કે જેથી અંતિમ ચારમાં આવવાની સંભાવના મજબૂત થઇ શકે. સોમવારે વાનખેડે પર કોલકાતાએ વિજય મેળવવો જરૂરી છે.
- Advertisement -
ધોની ફરી કેપ્ટન બનતાં ચેન્નઈ જોશમાં હૈદરાબાદને 13 રનથી હરાવ્યું
ગાયકવાડના 99 અને કોન્વેના અણનમ 85 રન : મુકેશ ચૌધરીની ચાર વિકેટ: 203નાં ટાર્ગેટ સામે હૈદરાબાદના 189/6
ગાયકવાડના 99 અને કોન્વેના અણનમ 85 રનની મદદથી ચેન્નાઈએ 202/2નો જંગી સ્કોર ખડકીને હૈદરાબાદને હરાવ્યું હતુ. જીતવા માટેના વિશાળ પડકારનો પીછો કરવામાં હૈદરાબાદે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. આખરે તેઓ 20 ઓવરના અંતે 6 વિકેટે 189 રન સુધી પહોંચી શક્યા હતા. મુકેશ ચૌધરીએ ચાર વિકેટ ઝડપી હતી. આખરી ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે 38 રનની જરુર હતી. આ તબક્કે મુકેશ ચૌધરીની બોલિંગમાં પૂરણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 24 રન લીધા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. પૂરણે 33 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. અગાઉ હૈદરાબાદના કેપ્ટન વિલિયમસનને 47 રન ફટકાર્યા હતા. જ્યારે અભિષેક શર્માના 39 રન હતા.
- Advertisement -



