ખાસ-ખબર સંવાદદાતા
‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જીલ્લા ક્ષય કેન્દ્ર, મોરબી ખાતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાએ દર્દીઓને મફત નિદાન સારવાર તથા સરકાર દ્વારા અપાતી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમના દ્વારા ટીબી અંગે સામાજિક જાગૃતતા ફેલાય તે અંગે પણ યોગ્ય સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો 40 જેટલા ટીબીના દર્દીઓએ લાભ લીધો હતો જેમને મહાનુભાવોના હસ્તે પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી.
ટીબીના દર્દીઓને કલેક્ટરના હસ્તે પોષણક્ષમ આહારકીટનું વિતરણ કરાયું
