કલેકટર કોરોનાના દર્દીઓ માટે કાર્યરત કરાયેલા સમરસ હોસ્ટેલ અને કેન્સર રિસર્ચ સેન્ટરની મુલાકાતે : તમામ આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવશે.
કલેકટર કોરોનાના દર્દીઓ માટે કાર્યરત કરાયેલા સમરસ હોસ્ટેલ અને કેન્સર રિસર્ચ સેન્ટરની મુલાકાતે : તમામ આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવશે.
રાજકોટ : જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા માટે સમરસ બોયઝ હોસ્ટેલ અને કેન્સર રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી.રાજકોટ : જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા માટે સમરસ બોયઝ હોસ્ટેલ અને કેન્સર રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી.

- Advertisement -
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને વીરેન્દ્ર દેસાઈએ કલેકટરને કોરોનાના દર્દીઓને સારવાર માટે કાર્યરત કરાયેલા બંને સેન્ટરોની વિશેની માહિતી આપી હતી. કલેકટર સમગ્ર પરિસરની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું. બંને સેન્ટરોમાં પૂરતી માત્રામાં જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ રાખવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સમરસ હોસ્ટેલ ખાતે ટૂંક સમયમાં શરૂ કરાનારા ઓ.પી.ડી. સેન્ટર તથા તમામ બેડને પુરતો ઓક્સિજન સપ્લાય આપવા, વેપરાઈઝરનું કનેક્શન આપવા અને પ્રત્યેક કોરોના દર્દીના બેડ ઉપર માસ્ક અને પોર્ટેબલ બાયપેપની સુવિધા ઉપલબ્ધ કરવા પણ તેમને સૂચના આપી હતી.
પ્રાંત અધિકારીના વડપણ હેઠળ ૧૦૮ નો કંટ્રોલરૂમ બંને સેન્ટર ખાતે શરૂ કરવા પણ તેમણે આદેશો આપ્યા હતા. સમરસ હોસ્ટેલ ખાતે નોડલ ઓફિસર ડોક્ટર મેહુલ પરમાર અને કેન્સર રિસર્ચ સેન્ટર ખાતે નોડલ ઓફિસર જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડા અને ડોક્ટર મીના શાહે કલેકટરશ્રીને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. સમરસ હોસ્ટેલમાં મ્યુકર માઇકોસીસના ૪૭ દર્દીઓ છે, જે પૈકીના સાત દર્દીઓના આજે ડીસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
- Advertisement -
કલેક્ટરે આઇસોલેશન વોર્ડની પણ મુલાકાત લીધી હતી અને મેડિકલના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ની ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, હાઉસકીપિંગ સ્ટાફ વગેરેની કામગીરીની સરાહના કરી હતી. અને કોરોના કાળ દરમિયાન તેમણે કરેલી કામગીરી બદલ સન્માન પત્ર આપવા તથા સન્માન સમારંભ યોજવા પણ જણાવ્યું હતું. કલેકટરએ કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે બંને સેન્ટરના નોડલ ઓફિસર તથા ડોક્ટરો પાસેથી જરૂરી તબીબી સાધનો તથા સ્ટાફની જરૂરિયાત અંગેની પણ માહિતી મેળવી હતી અને આ અંગે યોગ્ય કરવા જણાવ્યું હતું.
કલેકટરની મુલાકાત સમયે પંડિત દિન દયાલ હોસ્પિટલના ડીન ડોક્ટર આર. એસ. ત્રિવેદી, ડોક્ટર જે. કે. નથવાણી, ડોક્ટર ઉમેદ પટેલ, ડોક્ટર સેજલ, હેડ નર્સ કિશોર તથા નીતા પટેલ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.