પ્રકૃતિમિત્રોએ 1.50 લાખ કાપડની થેલી વિતરણ કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેના માટે છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિમિત્રો દ્વારા પરિક્રમામાં આવતા ભાવિકો પાસેથી પ્લાસ્ટિક થેલી અને બેગ લઇ લેવામાં આવેછે અને તેના બદલે કાપડની થેલી આપવામાં આવેછે જેમાં પરિક્રમા પ્રારંભ રૂટ પર પ્રાકૃતિમિત્રોના 115 જેટલા સભ્યો છેલ્લા બે દિવસથી ખડેપગે રહીને ભાવિકો પાસેથી 100 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું અને તેના બદલે દોઢ લાખ પ્લાસ્ટિકની થેલી વિતરણ કરવામાં આવી હતી જેમાં અન્ય સંસ્થાઓન સહયોગથી કાપડ થેલી આપવામાં આવી હતી આમ આ વર્ષે પ્રાકૃતિમિત્રોએ ગિરનાર જંગલ પ્લાસ્ટિક મુક્ત રહે તેવા પ્રયાસો કરતા ભાવિકો અને સામાજિક સંસ્થાએ પ્રાકૃતિમિત્રોને બિરદાવ્યા હતા.