રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારે ઝાકળ અને ઠંડીનો લોકો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે હાલ વરસાદની કોઈ જ શક્યતા નથી. હાલ થોડા દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહિવત છે તો બીજી તરફ ઠંડીનો પારો વધી શકે છે.
રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો 9 ડિગ્રી નીચે તાપમાન રહેવા પામ્યું હતું. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં ઠંડીનાં કારણે ધુમ્મસ ભર્યો માહોલ રહ્યો હતો. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ પવન ચાલી રહ્યો છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે.
- Advertisement -
ગઢ ધુમ્મસ થતા શાકભાજી પકાવતા ખેડૂતોની ચિંતા વધી
નવસારીનાં ગણદેવી તાલુકામાં ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસનાં કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાઢ ધુમ્મસ થતા શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનાં પાકમાં ફૂગ જન્ય રોગ વધવાની શક્યતા છે.
ઠંડી વધતા ગિરનાર પર પ્રવાસીઓની સંખ્યા ઘટી
જૂનાગઢ શહેર અને ગિરનારમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. ઠંડી વધતા ગિરનાર પર પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. ધમધમતા ગિરનારનાં રોડ સુમસામ થયા હતા.
ધુમ્મસને કારણે વાહનચાલકો પરેશાન
મહેસાણા જીલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો. ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો હતો. ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.