અમરેલી-વડોદરા-રાજકોટમાં 17 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ સવારના તાપમાનમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે. આથી ઠંડીનો ચમકારો પણ તીવ્ર બની રહ્યો છે.
આજરોજ ગાંધીનગર-નલિયામાં તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. ગાંધીનગરમાં 15 ડિગ્રી અને નલિયા ખાતે 15.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. જયારે રાજકોટ-અમરેલી અને વડોદરામાં પણ તીવ્ર ઠંડી અનુભવાઇ હતી.
- Advertisement -
આજે સવારે રાજકોટ શહેરમાં 17.2 ડિગ્રી, અમરેલીમાં 17 અને વડોદરામાં પણ 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે સવારે અમદાવાદમાં 19.7 ડિગ્રી, ભાવનગરમાં 19.2, ભુજમાં 18.6, દમણમાં 19 ડિગ્રી, ડિસામાં 16.4 અને દિવ ખાતે 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. આ ઉપરાંત દ્વારકામાં 22, કંડલામાં 20.5, ઓખામાં 25, પોરબંદરમાં 19, સુરતમાં 20.1 અને વેરાવળ ખાતે 22.5 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું.