આપના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઇડીની સામે હાજર નહીં થાય. આપએ ઇડીનું સાતમું સમન્સ પર નિવેદન આપતાં કહ્યું કે, આજ રોજ મુખ્યમંત્રી કેજરીવાલ ઇડીની ઓફિસે હાજર નહીં થાય. કારણકે હવે કેસ કોર્ટમાં લંબાણો છે. જેથી સુનાવણી 16 માર્ચના થશે. આપે કહ્યું કે, દરરોજ સમન્સ મોકલવાની જગ્યાએ કોર્ટેના નિર્ણયની રાહ જોવી જોઇએ. અમે ઇન્ડિયા ગઠબંધનનો સાથ નહીં છોડિએ. અમારા પર આ રીતે મોદી સરકાર દબાણ બનાવી શકે નહીં.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેલ્લે 22 ફેબ્રુઆરીના ઇડીના સાતમાં સમન્સ જાહેર કરીને આજ રોજ હાજર થવા કહ્યું હતું. અત્યાર સુધી મુખ્યમંત્રીને સાત સમન્સ જાહેર થઇ ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી તેઓ દિલ્હી દારૂ કૌભાંડના મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીની સામે હાજર નહીં થાય. આ પહેલા 14 ફેબ્રુઆરીના છઠ્ઠું સમન્સ જાહેર કરીને 19 ફેબ્રુઆરીના હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ કેજરીવાલે આ સમન્સ પર હાજર થયા નહોતા. તેમણે કહ્યું હતું કે, હવે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. જેથી ઇડી કોર્ટના નિર્ણયની રાહ જુએ.
- Advertisement -
Delhi CM and AAP National Convenor Arvind Kejriwal will not go to ED today. The matter is in the court and the next hearing is on March 16. Instead of sending summons daily, the ED should wait for the court's decision. We will not leave the INDIA alliance. Modi government should…
— ANI (@ANI) February 26, 2024
- Advertisement -
મુખ્યમંત્રી કેજરીવાલ 16 માર્ચના કોર્ટમાં હાજર થશે
17 ફેબ્રુઆરીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સથી અદાલતમાં હાજર થયા હતા. તેમણે અદાલતને આશ્વાસ આપ્યું છે કે, તેઓ દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા પછી માર્ચમાં સ્વયં હાજર થશે. ત્યાર પછી અદાલતે આશ્વાસને સ્વીકાર કરીને સુનાવણી 16 માર્ચ નક્કી કરી હતી. આદલતે તેમણે ઇડી દ્વારા તેમની સામે જાહેર કરેલા સમન્સ પાલન ના કરતા આદેશ આપ્યો હતો.