નાશિકના આર્ટિલરી સેન્ટરમાં મોટો અકસ્માત થયો હતો. જેમાં ટ્રેનિંગ સેશન દરમિયાન વિસ્ફોટને કારણે બે અગ્નિવીરોના શાહિદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અન્ય એક અગ્નિવીર પણ ઘાયલ છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
2 અગ્નિવીર શહીદ
- Advertisement -
આ ઘટનામાં રાજકોટમાં જામકંડોરણાના આંચવડ ગામના અગ્નિવીર સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ શહીદ થયા છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ થકી શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી. મહારાષ્ટ્રના નાસિકમાં તોપનો ગોળો બ્લાસ્ટ થતાં 2 અગ્નિવીર શહીદ થયા હતા. જેમાં જામકંડોરણાના અગ્નિવીર વિશ્વરાજ સિંહ ગોહિલ પણ શહીદ થયા હતા. મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યું હતુ કે દેશ સેવામાં જીવન સમર્પિત કરનાર વીર શહીદને શ્રદ્ધાંજલિ પાઠવું છું. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
નાસિકના દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન બે અગ્નિવીરોના કરૂણ મોત થયા છે. દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી ફાયરિંગ રેન્જમાં ‘IFG ઈન્ડિયન ફિલ્ડ ગન’થી ફાયરિંગ ચાલી રહ્યું હતું. અહેવાલો અનુસાર, જ્યારે શેલ વિસ્ફોટ થયો, ત્યારે તેના ટુકડા પીડિતોના શરીરમાં પ્રવેશ્યા અને બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ સારવાર દરમિયાન એમનું મોત નિપજ્યું હતું.