રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિ
ઉમિયાધામ સિદસરના આગેવાનો, ઉદ્યોગપતિઓ, મહાનુભાવોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો
- Advertisement -
મયુર બુધ્ધદેવ સહિતના કલાકારોએ ખલૈયાઓને મન મુકી ડોલાવ્યા: સૂર-તાલનું સામ્રાજય સર્જાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
15 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024 નો પ્રથમ નોરતે અલગ અંદાઝથી ભવ્ય અને પરંપરાગત રીતે શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ નોરતે સંપૂર્ણ પારીવારીક માહોલમાં ખૈલેયાઓએ રાસોત્સવનો આનંદ માણ્યો હતો.
નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા. 2 ઓકટો. બુધવારે મુખ્ય આયોજક ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી એ કેન્સર કેર ફાઉન્ડેશનના ઉપક્રમે 3000 જેટલા કેન્સર પીડીત દર્દીઓ, કેન્સર નિષ્ણાંત તબીબો, રાજકોટની વિવિધ સંસ્થાઓના હોદેદારો રાજકીય સામાજીક મહાનુભાવો, સાથે પારીવારીક માહોલ વચ્ચે વેલકમ નવરાત્રી ની ઉજવણી કરી હતી. કલબ યુવી નવરાત્રી મહોત્વના પ્રારંભે પ્રથમ નોરતે રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. કલબ યુવી ની પરંપરા મુજબ રંગબંરંગી ટ્રેડીશ્ર્નલ ડ્રેસમાં ખૈલૈયાઓ મન મુકી ઝુમ્યા હતા. પ્રથમ નોરતે અતિથિ વિશેષ તરીકે સાંસદ સભ્યો પરસોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -
કલબ યુવીના પ્રથમ નોરતે પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ વિરપરીયા, રામજીભાઈ પનારા, જમનભાઈ ભલાણી, કાંતીભાઈ માકડીયા, ધીરૂભાઈ ડઢાણીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, એન.જે.પ્રિન્ટર્સના નીલેશભાઈ, શ્યામલ ગ્રુપના અમીતભાઈ ત્રાંબડીયા, શિલ્પન ગ્રુપના સમીરભાઈ કાલરીયા, ગેઇટ વે ગ્રુપના યોગેશભાઈ ગરાળા, લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા, જયભાઈ માવાણી, શાપર વેરાવળ ઇન્ડ. એસોસીએશનના અમૃતભાઈ ગઢીયા, રતીભાઈ સાદરીયા, રસીકભાઈ સુરેજા, કેતનભાઈ ભલાણી, એનીમલ હેલ્પલાઇનના મીતલભાઈ ખેતાણી, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના ટ્રસ્ટીઓ, સહીતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમ્યાન માતાજીના દરરોજ જુદા જુદા શણગાર કરવામાં આવે છે. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ત્રાંબડીયા ધાર્મી, પનારા ઋીશીકા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ શોલીયા સુમીત, ધોડાસરા દર્શ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કાસુન્દ્રા વીધી, વાછાણી ભકિત, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે નિહાર બેરા, યુગ મણવર, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે માકડીયા જીયા, ઘેટીયા મીસરી, સવસાણી સાક્ષી, વેલ ડ્રેસ પ્રિન્સ ઘરસંડીયા યુગ, કણસાગરા ધ્રુવ, પાડલીયા જીત, પ્રિન્સેસ તરીકે ઘેટીયા માનસી, ચાંગેલા ધારા, ડરાણીયા ભકિત, પ્રિન્સ તરીકે હિંગરાજીયા સુનીલ, કાવઠીયા માનવ, ગોલ જયદીપ વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, સિદસર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા, શિલ્પન ગ્રુપના ભરતભાઈ ડઢાણીયા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જી. એચ.એચ. ગણાત્રા, શ્યામલ ગ્રુપના શૈલેષભાઈ ભાલોડીયા, સંસ્કૃતિ ગ્રુપના ઋષિતભાઈ ગોવાણી, કેયુરભાઈ વડાલીયા, કલબ યુવી’ નવરાત્રી મહોત્સવના એડવાઇઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, તેમજ કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.
કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ચુનીદા કલાકારો સિંગર મયુર બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવ્યા હતા. કલબયુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ દરરોજ નવી નવી થીમ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. કલબ યુવી ના ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને રમવાની સુવિદ્યા માટે ડબલ લેયલ કારપેટ, ફુડઝોન કેન્ટીન, દર્શકો માટે પેવોલીયન ગેલેરી, આર્કષક લાઇટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્પેસ તેમજ મેઇન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઈ.ડી. કિન, હાઇટેક સાઉન્ડ સીસ્ટમ, ઇન્ટરનલ પાર્કીંગ, તથા ટાઇટ સીકયોરીટીની વ્યવસ્થા સાથે પ્રથમ નોરતાનો પ્રારંભ થયો હતો.