સબ રજિસ્ટ્રાર કચેરી, ઈન્ડેક્સ રૂમની નકલી ચાવી બનાવી હતી
જયદીપના કહેવા મુજબના દસ્તાવેજની રાત્રિના સમયે ચોરી કરતો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા ગુનામાં પ્રધ્યુમનનગર પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે અમદાવાદથી પકડી પાડવામાં આવેલ આરોપી હર્ષ સોનીને સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી અસલ દસ્તાવેજ ચોરીને આપતા શખ્સની પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી મનીષ ઉર્ફે મનુભા હેરમા ડુપ્લીકેટ ચાવી બનાવી સરકારી કચેરીમા રેકડનો નાશ કરતો હતો અને અસલ દસ્તાવેજ હર્ષ સોની સુધી પહોંચાડતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપી મનીષ ઉર્ફે મનુભાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના બોગસ દસ્તાવેજ કૌભાંડના મુખ્ય સુત્રધાર આરોપી હર્ષ ભરતભાઈ સોહેલીયાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા બાદ આરોપીની સઘન પુછપરછ કરતા તેને જણાવેલ કે, મનીષ ઉર્ફે મનુભા હેરમા જે સબરજીસ્ટાર કચેરી ઝોન-1 મા કોન્ટ્રાકટ બેઝ પર સેવક તરીકે ફરજ બજાવતો તેને ઈન્ડેક્ષ રેકોર્ડ રૂમ તથા સબરજીસ્ટાર સાહેબની ડેટા એન્ટ્રી ઓફિસની ડુપ્લીકેટ ચાવી બનાવી રાત્રીના સમયે કોઈ ન હોય ત્યારે પ્રવેશ કરી ઓરીજનલ દસ્તાવેજના પાના ફાડી લાવી આપતો હોવાનું જણાવતા આજ રોજ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા મનીષ ઉર્ફે મનુભા હેરમાને રાજકોટ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી મનીષ ઉર્ફે મનુભા હેરમાં રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ ઋષિકેશ પાર્કમાં રહેતો હોવાનું અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે તેને પોતે ડુપ્લીકેટ ચાવી બનાવી રજિસ્ટ્રાર કચેરીમાં રહેલ દસ્તાવેજ ચોરી કર્યાની કબૂલાત આપી હતી હાલ આ કેસમાં પોલીસે અત્યાર સુધીની તપાસમાં પ્રથમ જયદીપ ઝાલા નામના આરોપીની ધરપકડ કરી છે જે હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે જયારે બે દિવસ પૂર્વે મુખ્ય સૂત્રધાર હર્ષ સોનીની ધરપકડ કરવામાં આવી જે હાલ પોલીસ રિમાન્ડ પર છે અને આજે મનીષ ઉર્ફે મનુભાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે જયારે આરોપીઓની કબૂલાત અને એક બીજા આરોપીના નિવેદનનું ક્રોસ વેરિફિકેશન કરવા માટે પોલીસ દ્વારા જેલમાં બંધ આરોપી જયદિપ ઝાલાની પણ પુછપરછ હાથ ધરવમાં આવશે.