ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એટલે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે.
વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની આગેવાની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેવાધિદેવ મહાદેવ જ્યાં બિરાજમાન છે એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની ભૂમિમાં આવેલા અને યાત્રિકોને સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરતા મ્યુઝિયમની સફાઈ કરવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મ્યુઝિયમમાં કરવામાં આવી સફાઈ
