સફાઈ ઝુંબેશ અંતર્ગત મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતી ચેરમેન નિલેશભાઈ જલુએ સફાઇ કરી
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા તા.15/09/2023 થી તા.02/10/2023 સુધી સંયુકત રીતે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજી ડેમ અને તેની આસપાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન સમિતી ચેરમેન નિલેશભાઈ જલુ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સોલિડ વેસ્ટ શાખાના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.