કાલથી દિવાળી ઉત્સવનો શુભારંભ: રંગોળી સ્પર્ધાનો પ્રારંભ, ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને 5000નું પુરસ્કાર
રંગોળી સ્પર્ધાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ: એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝડ લાઈટીંગ ડેકોરેશન, આતશબાજી, રંગોળી સ્પર્ધા, લેસર શો સહિતના આકર્ષણો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ તા. 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન રેસકોર્ષ ખાતે સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવનો પ્રારંભ તા. 16 ઓક્ટોબરના રોજ સાંજે 5:00 વાગ્યે સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે કિશાનપરા ચોક રેસકોર્ષથી કરવામાં આવશે. જેમાં આખા રીંગરોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન, એન્ટ્રી ગેઇટ, અને લેસર શો યોજાશે.
આ ઉપરાંત 17 ઓક્ટોબરે રંગોળી સ્પર્ધા અને 18 ઓક્ટોબરે આતશબાજી યોજાશે. રેસકોર્ષ રિંગ રોડે મનપા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના સહયોગથી રંગોળી સ્પર્ધા યોજાશે.
જેમાં વ્યક્તિગત અને ગ્રુપ એમ બે પ્રકારની સ્પર્ધા રહેશે. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ 11 વિજેતાને રૂ. 5,000નું ઇનામ અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂ. 5,000નો પુરસ્કાર આપવામાં આવશે. આ ઉત્સવમાં એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝડ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શો સહિતના વિશેષ આકર્ષણો રહેશે.
- Advertisement -
સ્પર્ધકોને મળશે આ મુજબનાં ઇનામો અપાશે
ગ્રુપ રંગોળી: પ્રથમ 3 વિજેતામાં દરેકને
રૂ. 5,000નો પુરસ્કાર
વ્યક્તિગત રંગોળી: પ્રથમ 11 વિજેતાઓમાં દરેકને રૂ. 5,000નો પુરસ્કાર
આશ્વાસન ઇનામ: 51 રંગોળીના કલાકારોને રૂ. 1,000 આશ્વાસન ઇનામ
લકી ડ્રો: ત્રણ લકી વિજેતાને રૂ. 5,000ની ફટાકડાની કિટ અપાશે
સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ને સર્ટિફિકેટ અપાશે