એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકુટ થતાં વાતાવરણ તંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત તહેવાર ટાણે જ માથાકુટ થવાનો બનાવ સામે આવ્યો છે જેમાં થાનગઢ શહેરમાં ગરબા શરૂ કરવા બાબતે એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકુટ થતા ખાનગી ફાયરિંગની ઘટના સામે આવી હતી જે માથાકુટને લઈ બંને જૂથોના સભ્યો દ્વારા સામસામે ગુન્હો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં વર્ષોથી થતી ગતિની બંધ રાખવા બાબતે માથાકુટ સર્જાઈ હતી જેમાં હંસાબેન મુકેશભાઈ વાઘેલા દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના ઘર નજીક થતી ગરબીમાં સાફ સફાઈ કરતા હોય તેવા સમયે બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુ કાંતિભાઈ પરમાર બંને બાઈક લઈને આવ્યા હતા અને ગરબી બંધ રાખવાનું કહીને મહિલાને ગાળો આપવા લાગ્યા હતા જેથી હંસાબેનના પરિવાર દ્વારા ગાળો બોલવાની મનાઈ કરતા બંને શખ્સો પોતાના બાઇક પરથી લોખંડના પાઇપ અને ધોકા જેવા હથિયાર વડે હુમલો કરવા લાગ્યા હતા આ સાથે બંને શખ્સો દ્વારા પોતપોતાના હથિયારમાંથી કુલ છ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા જેને લઇ હંસાબેન વાઘેલા દ્વારા બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુ કાંતિભાઈ પરમાર વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.
આ તરફ બાબુભાઈ રાજાભાઈ પરમાર દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના ઘર નજીક વિસ્તારમાં નવરાત્રી નિમિતે વર્ષોથી ગરબી થતી હતો પરંતુ આગાઉ દીકરીઓ ભાગી જવાના અને છેડતી થવાના બનાવીને લઈ ગરબીના કાર્યક્રમ બંધ રાખવાનું જણાવતા ઉશ્કેરાઈ ગયેલા ભરતભાઈ પોલાભાઈ રાઠોડ, શિલુભાઈ માયાભાઈ રાઠોડ, મનુભાઈ માલાભાઇ રાઠોડ તથા બે અજાણ્યા શખ્સો દ્વારા લાકડાના ધોકા અને પાઇપ જેવા હથિયાળો વડે હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઇ પાંચ ઈસમો વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો. આ તરફ સ્થાનિક પોલીસને માથાકુટ થવાની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી બંને જૂથોના ફરિયાદને આધારે કુલ સાત વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



