પોઝિટિવ કેસ ગૂમ કરવાની ‘રમત’ : 60 વર્ષથી ઉપરના લોકોના રિપોર્ટ દબાવાઇ રહ્યા છે

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હંમેશા વિવાદોના ઘેરામાં જ રહે છે ત્યારે કોરોના જેવી મહામારીમાં પોઝિટિવ કેસની ફાઈલો ગૂમ કરવાની રમતો શરુ કરવામાં આવી છે. 81 વર્ષ ના દિનેશભાઇ ચંદારાણાનો 26મી ઓગસ્ટે સવારે  વાગ્યે કરવામાં આવીયો હતો. સાંજે રિપોર્ટ આવવાના બદલે ત્રણ દિવસ સુધી રિપોર્ટ નહિ આવતા દર્દીના પુત્ર દીપકભાઈ ચંદારાણા સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવીડ સેન્ટરના કંટ્રોલરુમમાં ગયા હતા ત્યાં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરતા રિપોર્ટ ગુમ થઇ ગયાનો સ્વીકાર કરી લીધો હેતો. આ એક રિપોર્ટ બાદ ખાસ ખબરની ટીમે તપાસ કરતા સિવિલનો ભાંડો ફૂટી ગયો હતો. સિવિલમાં અનેક મોટી ઉંમરના દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે હજુ સુધી તેઓને રિપોર્ટ આપવામાં નથી આવ્યા પોઝિટિવના આંકડા છુપાવવા માટે આ રમત કહી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. કોરોના જેવી બીમારીમાં માનવતાને બદલે દર્દીઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ માટે રોજ અનેક દર્દીઓને રીતસર ધક્કા ખવડાવામાં આવી રહ્યા છે. આ બનાવ બાદ શું જવાબદાર અધિકારીઓ સામે નવનિયુકત સિવિલ સર્જન બુચ પગલા લેશે કે હરીવાલા..?