સૂર્યોદય સોસાયટીમાં ખડકાયેલું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં. 8 તથા વોર્ડ નં. 1માં ગેરકાયદેસર દબાણ, બાંધકામ દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજરોજ વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 1માં કરવામાં આવેલુ ગેરકાયદેસર દબાણ -બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ વોર્ડ નં. 8માં સૂર્યોદય સોસાયટી શેરી નં. 2, કાલાવડ રોડ પર ભૂપતસિંહ વાઘેલાએ કરેલા ગેરકાયદેસર બાંધકામ અને મિલકત કરેલી હતી અને વોર્ડ નં. 1માં શાંતિનિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતા માર્ગ પર લતાવાસીઓએ રસ્તા પર બનાવેલી દીવાલને હટાવવામાં આવી હતી.
- Advertisement -
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર એમ. આર. શ્રીવાસ્તવ તથા એસ. જે. સીતાપરા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.