ડ્રાઇવર નશામાં હતો કે કેમ તે જાણવા બ્લડ સેમ્પલ લેવાયા, ડિસ્ચાર્જ બાદ ધરપકડ થશે
ડ્રાયવિંગ લાયસન્સ બે મહિના પહેલા જ પૂરું થઈ ગયું હતું, બસમાં કોઈ ખામી ન હોવાનો RTOનો રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જી ચાર નિર્દોષનો ભોગ લેનાર ડ્રાયવર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ગાડીના ટુકડા, લોહીના સેમ્પલ લઇ તપાસ શરુ કરવામાં આવી છે ડીસીપીએ જણાવ્યું હતું કે બેક ફેઈલ થવાની વાત ખોટી છે બસમાં કોઈપણ પ્રકારની ખામી ન હોવાનો છઝઘએ રીપોર્ટ આપ્યો છે આ કેસમાં દાખલ ડ્રાયવરને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ આપ્યા બાદ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ડાકવડલા ગામના અને હાલ સત્યમ પાર્કમાં રહી ખેતીકામ કરતા રવિરાજભાઈ રાણાભાઈ ગીડા ઉ.29એ તેના ભાઈ રાજુભાઈ મનુભાઈ ગીડા, જીગ્નેશ ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ, સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી અને કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડના મોત નીપજાવવા મામલે તેમજ ચાર વ્યક્તિ વિશાલ મકવાણા, સુરજ રાવલ, સાનિયાબેન રાજગોર, હસમુખભાઈ આડેસરા, વિરજબેન ખાચર સહિતનાને ઈજા પહોચાળવા અંગે સીટી બસના ચાલક રતનપર રહેતા શિશુપાલસિહ દિલુભા રાણા સામે બીએનએસની કલમ 105, 125 (એ), 125 (બી), 281, 324(5) તથા એમવી એક્ટ કલમ 5, 177, 181, 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી પોલીસ દ્વારા ગાડીના ટુકડા, લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ એફએસએલ અધિકારીની હાજરીમાં વિડીયોગ્રાફી પંચનામું કરવામાં આવ્યું છે તેમજ છઝઘ દ્વારા બસની ચકાસણી કરવામાં આવતા બસમાં કોઇપણ પ્રકારની ખામી નહી હોવાનું તેમજ બેક પણ ફેઈલ નહી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અકસ્માત સર્જનાર ડ્રાયવર પાસે રહેલ લાયસન્સ તારીખ ફેબ્રુઆરી 2025માં જ પૂર્ણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે તેને એજન્સીએ ક્યાં આધારે નોકરી પર રાખ્યો હતો અને કોની શું જવાબદારી ફિક્સ થાય છે તે જાણવા ડ્રાયવરને હોસ્પીટલમાંથી રજા આપ્યા બાદ તેની ધરપકડ કરી પૂછતાછ કરવામાં આવશે.