ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર તેમજ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગરના જન સંપર્ક કાર્યાલય ખાતે રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ મુકેશભાઈ દોશી તેમજ રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. સાથે હરીભાઈ ડાંગર પરિવાર દ્વારા શહેર ભાજપના અધ્યક્ષ તેમજ મહામંત્રીનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.
- Advertisement -
યુવા ઉદ્યોગપતિ હિતેશભાઇ ડાંગર તેમજ વોર્ડ નંબર 13ના કોર્પોરેટરશ્રીઓ સુરેન્દ્રસિંહ વાળા, નિતીનભાઈ રામાણી, સોનલબેન સેલારા, વોર્ડ નં.13ના પ્રમુખ કેતનભાઈ વાછાણી, મહામંત્રીઓ ભરતભાઈ બોરીચા, વલ્લભભાઈ પટોડીયા, ભાજપ અગ્રણીઓ જીતુભાઈ સેલારા, વજુભાઈ લુણસીયા, શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.