લંડનના સંશોધકોએ 32 હજાર લોકોનો અભ્યાસ કરીને નેચર કોમ્યુનિકેશનમાં તેમના સંશોધન પ્રકાશિત કર્યા, જેમાં 14 યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે
સિગારેટ ફેફસાની સાથે મગજને પણ નુકસાન પહોંચાડે છે. એટલે કે તેના ધુમાડાને કારણે માનવ મગજમાં હાજર કોષો નાના થઇ રહ્યા છે, જેના કારણે યાદશકિત પર અસર પડી રહી છે.
- Advertisement -
નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે. આ અભ્યાસમાં યુરોપના 14 દેશોના 32 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની ઉંમર 50 વર્ષથી વધુ હતી.
યુનિવર્સિટી કોલેજ લંડન સંશોધકોએ જણાવ્યું કે, જે લોકોને સિગારેટ પીવાની આદત હોય છે તેમની યાદશકિત ઝડપથી ઘટી જાય છે. જે લોકો સિગારેટ પીવે છે, તેમની વસ્તુઓને યાદ રાખવાની ક્ષમતા સિગારેટ ન પીતા લોકોની સરખામણીમાં 85 ટકા ઓછી થઇ જાય છે.