મોરબી જીલ્લામાં અલગ અલગ દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ચોટીલાના શખ્સને મોરબી એલસીબી ટીમે પાસા અધિનિયમ હેઠળ ધરપકડ કરીને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે ધકેલી દીધો હતો
મોરબી જિલ્લામાં લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઈસમોની સત્વરે અટકાયત કરવા પોલીસ તંત્ર પ્રયત્નશીલ છે ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી ગામના શખ્સ મનોજ મોહનભાઇ સાગઠિયાને મોરબી એલસીબી ટીમે ખાટડી ગામેથી ઝડપી પાડીને જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા વોરંટની બજવણી કરી લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દીધો હતો.
દેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ચોટીલાના શખ્સને પાસા હેઠળ લાજપોર જેલમાં ધકેલાયો
