ચોટીલા તાલુકા ના લોકો માટે આઇસોલેશન ની વ્યવસ્થા કરવામાં આવશે.
કોરોના મહામારી અને સંક્રમણ ના કારણે હાલ જે સામાન્ય લોકો ને આરોગ્ય ક્ષેત્રે તકલીફ પડી રહી છે તેને ધ્યાન માં રાખી ચોટીલાના સેવાભાવી યુવાનો દ્વારા ચોટીલામાં હાઇવે પર આવેલ શ્રી ચામુંડા અતિથિ ગૃહ ખાતે ટૂંક સમય માં ૫૦ બેડ નું “શ્રી ચામુંડા માતાજી કોવિડ કેર સેન્ટર” શરૂ કરવામાં આવશે. જરૂર જણાય આગળ બેડ વધારવાની પણ તૈયારીઓ રખાઈ છે જેમાં ચોટીલા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર તેમજ ચોટીલા શહેર ના કોરોના પોઝીટીવ દર્દીઓ માટે આઇસોલેશન ની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં દર્દીને રહેવા, જમવાની વ્યવસ્થા તથા સામાન્ય દવાઓ પણ આપવામાં આવશે. અને ૨૪ કલાક ડોકટરી સુવિધા સાથે કુદરતી અને શાંત વાતાવરણ માં મનોરંજન થકી કોરોના અને કોરોના નો ભય દૂર થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જે માટે તમામ આયોજન થઈ ગયા છે હવે ટૂંક જ સમય માં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.
- Advertisement -
હાલ કોરોના લોકડાઉન અને સંક્રમણ ના કારણે મધ્યમ અને ગરીબ પરિવારો ની આર્થિક સ્થિતિ કફોડી બની છે. એક ઘર માં રહેતા પરિવાર માં જો કોઈ એક વ્યક્તિ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે તો તેને ઘર માં હોમ કોરોન્ટાઇન થવું અઘરું બની જાય છે. અને ઘર માં રહેતા વૃદ્ધો કે બાળકો સંક્રમિત થવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને હોસ્પિટલો માં હાલ બેડ મળવા મુશ્કેલ બની ગયા છે તે બાબતો ને ધ્યાન માં રાખી ને મેરૂભાઈ ખાચર ના માર્ગદર્શન હેઠળ ચોટીલા ના સેવાભાવી યુવાનો દ્વારા એક કોવિડ કેર સેન્ટર ખોલવાની તૈયારીઓ શરૂ થતાં ચોટીલા રાજવી પરિવાર ના મહાવીરભાઈ ખાચર કે જેઓ ચોટીલા સ્થિત શ્રી ચામુંડા અતિથિ ગૃહ ના પ્રમુખ છે તેમને અતિથિ ગૃહ ના જેટલા રૂમ ની જરૂર હોય તે આપવા તૈયારી દર્શવતા ત્યાં બધી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે
તેમજ ચોટીલા દરબાર શ્રી બલવીરભાઈ ખાચર ની આગેવાની માં ભુપતભાઇ ધાધલ, દિગુભાઈ રાઠોડ, મોહસીનખાન પઠાણ, અરજણભાઈ ખાંભલા, પ્રવીણભાઈ જાંબુકીયા, મોહિતભાઈ પરમાર, સહદેવભાઈ ખાચર, કિશોરભાઈ ડેરવાળીયા, દેહાભાઈ ચૌહાણ, મેહુલભાઈ ખંધાર, વાઘાભાઈ ત્રમટા, ફેઝલભાઈ વાળા, અભીભાઈ શાહ સહિત ના યુવાનો જોર શોર થી તૈયારીઓને આખરી આપી રહ્યા છે.