હિંદ મહાસાગરમાં ડ્રેગન દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
ચીન ફરી હિંદ મહાસાગરમાં હદ ઓળંગવાની યોજના બનાવી રહ્યું છે. સંશોધન સર્વેક્ષણના નામે આવનાર ચીનનું સૌથી અદ્યતન જાસૂસી જહાજ ડશ ઢફક્ષ-6 ઓક્ટોબરમાં શ્રીલંકામાં લંગર નાંખવાની તૈયારી કરી રહ્યું છે.
સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ ૠ20 સમિટ બાદ ચીને તેના સર્વે શિપ માટે મંજૂરી માંગી છે. શ્રીલંકાના નૌકાદળે, તેના તરફથી, નો-ઓબ્જેક્શન બહાર પાડ્યું અને સંરક્ષણ અને વિદેશ મંત્રાલયને ભલામણ મોકલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકાની સરકાર આ મહિનાના અંત સુધીમાં આ સર્વે જહાજને સત્તાવાર મંજુરી આપે તેવી શક્યતા છે. ગયા વર્ષે, ભારતે ચીનના યુઆન વેજ 5નો શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર રિસર્ચના નામે પહોંચલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં એક વર્ષ પછી જ ચીન રિસર્ચના નામે વધુ એક એડવાન્સ જહાજ મોકલી રહ્યું છે.