- જંગ માટે તૈયાર રહો, લડો અને જીતો
તાઈવાન સાથે તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને જંગ માટે તૈયાર રહેવાના આદેશ આપતાં દુનિયાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રેકોર્ડ પાંચ વર્ષના ટર્મ માટે ચીની સેનાનો ચાર્જ લેતાં સમયે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે, ચીનની રાષ્ટ્રીય સુરક્ષા વધતી જતી અસ્થિરતાનો સામનો કરી રહી છે. સાથે જ શી જિનપિંગ જંગ લડવા અને તેને જીતવાના પણ આદેશ આપ્યા હતા.
સળંગ ત્રીજી વખત શી જિનપિંગ સેનાના હેડ બન્યા
હાલમાં જ શી જિનપિંગ સળંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેમને સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના હેડ તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. જેની હેઠળ દુનિયાની સૌથી મોટી આર્મી ઙકઅ આવે છે. મંગળવારે સીએમસના કમાંડ સેન્ટરના નિરિક્ષણ સમયે શી જિનપિંગે કહ્યું હતું કે, લડાઈનાી તૈયૈારીઓ માટે મિલિટ્રીએ તમામ શક્તિ લગાવી દેવી જોઈએ, તેની લડવાની અને જીતવાની ક્ષમતાને વધારવી જોઈએ, અને તેના મિશન અને ટાસ્કને સફળતાપૂર્વક પાર પાડવા જોઈએ.
- Advertisement -
2027 સુધીમાં ચીની સેનાને વર્લ્ડ ક્લાસ આર્મ્ડ ફોર્સ બનાવવાનું લક્ષ્ય
આ ઉપરાંત શી જિનપિંગે કહ્યું હતું કે, પીએલએ 2027 સુધી દુનિયાની વર્લ્ડ ક્લાસ આર્મ્ડ ફોર્સ હશે. સાથે જ બેઈજિંગ સૈન્ય પ્રશિક્ષણને મજબૂતી પ્રદાન કરશે તેમ પણ શી જિનપિંગે જણાવ્યું હતું.