દુનિયાની ફરી વધી ચિંતા: બાળકો સૌથી વધુ પીડિત, કેસોનો ઢગલો
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના જેવી મહામારી ફેલાવનારા ચીન હાલ ન્યુમોનિયાની લપેટમાં છે અને આ બીમારીથી મોટાભાગના બાળકો પીડિત થઈ રહ્યા છે ત્યારે હવે આ બીમારી અમેરિકા સુધી પહોંચી ગઈ છે જેમાં 145 બાળકો ન્યુમોનિયાથી બીમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોવિડ મહામારી બાદ અમેરિકન આરોગ્ય પ્રણાલી નબળી સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહી છે તેવામાં ન્યુમોનિયાના વધતા કેસ સંકટને વધુ વધારી શકે છે. જો કે ઞજ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઈઉઈ)ના એક સૂત્રએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે બધું સામાન્ય છે તેમ છતાં ઓહાયોના અધિકારીઓ આ રહસ્યમય બીમારીનું કારણ શું છે તેની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ માનતા નથી કે આ એક નવી શ્ર્વસન બીમારી છે પરંતુ સામાન્ય રીતે એક જ સમયે ન્યુમોનિયાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વોરેન કાઉન્ટીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ રોગના ફેલાવાને રોકવા માટે રાજ્ય સાથે કામ કરી રહ્યું છે. વોરેન કાઉન્ટી હેલ્થ ડિસ્ટ્રિક્ટના મેડિકલ ડાયરેક્ટરના જણાવ્યું હતું કે મોટાભાગના કેસો ત્રણથી 14 વર્ષની વયના બાળકોમાં છે. અને બાળકોની સરેરાશ ઉંમર આઠ વર્ષ છે. આ ઉપરાંત તેમણે માતા-પિતાને બાળકોને તાવ, ઉધરસ, શરદી, શ્ર્વાસ લેવામાં તકલીફ, ઉલટી અને છાતીમાં દુખાવો તેમજ ઠંડી લાગવા પર સાવચેત રહેવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં પણ રહસ્યમય ન્યુમોનિયાની બીમારી ચરમસીમા પર છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો પીડિત થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
એક હાથમાં ગ્લુકોઝના બાટલો અને બીજા હાથમાં હોમવર્કની પેન, ચીનની રહસ્યમય બીમારીની તસ્વીર
ચીનમાં એક એવી બીમારી જે ફેફસા સાથે જોડાયેલી છે જેનો સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે. આવા સમયે સોશિયલ મીડિયા પર એક તસ્વીર ધ્યાન ખેંચી રહી છે જેમાં બાળકો હોસ્પીટલમાં હોમવર્ક કરી રહયા છે. હોસ્પીટલમાં જ બાળકો માટે હોમવર્ક ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પર આને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા એકસ (પૂર્વ ટ્વીટર) પર શેર કરવામાં આવી રહયો છે. બાળકો હોસ્પિટલમાં આઇવી ફલૂડ લઇને હોમવર્ક કરી રહયા છે.