ચીનના લોકો હજુ પણ કોરોના વાયરસને સબંધી બિમારીઓથી પીડાય રહ્યા છે. આ વચ્ચે, હવે એક નવી રહસ્યમયી નિમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. જો કે, WHOએ જણાવ્યું કે, બીજિંગનું કહેવું છે કે, શ્વાસથી ફેલાઇ રહેલી આ બિમારી કશું જ અસામાન્ય નથી.
દર્દીઓની સંખ્યામાં વધારો
જણાવી દઇએ કે, આ ચિંતાજનક સ્થિતિ કોવિડ સંકટના શરૂઆથના દિવસોની યાદ અપાવે છે. દર્દીઓની સંખ્યમાં ઝડપી વધારાથી સ્વાસ્થય અધિકારીઓની ચિંતામાં વધારો થયો છે. આ બિમારીના સૌથી વધુ શિકાર બાળકો બની રહ્યા છે. વિશ્વ સંગઠન સંસ્થા પણ એલર્ટ થઇ ચુકી છે. તેઓ પહેલા દિવસથી જ ચીન પાસેથી સતત જાણકારી મેળવી રહ્યા છે.
- Advertisement -
છેલ્લા ત્રણ વર્ષોમાં વૃદ્ધિ
વિશ્વ સંગઠનના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષોની સરખામણીએ ચીનમાં ઇન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીમાં વધારો થયો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આ મહીનાની શરૂઆથમાં જણાવ્યું કે, કોવિડ-19ના ઉપાયોને હટાવવા અર્થાત ઇન્ફ્લ્યૂએન્ઝા અને સામાન્ય વાયરસના સંક્રમણના પ્રસારના કારણે શ્વસન સંબંધી બિમારીમાં વધારો થયો છે, જે માઇકોપ્લજ્મા નિમોનિયા સહિતા બાળકોને પ્રભાવિત કરી રહ્યા છે.
આ બિમારીના લક્ષણો
– બાળકોના ફેફસામાં ઇન્ફેક્શન
– સતત તાવ સહિત કેટલાય અસામાન્ય લક્ષણો જોવા મળ્યા
જોકે, આ બિમારીથી પ્રભાવિત બાળકોમાં શરદી, તાવ, આરએસવી અને શ્વાસની બિમારીથી જોડાયેલા બીજા લક્ષણો જોવા મળ્યા છે.
બિમારી મહામારીમાં ફેરવાઇ શકે છે
આ પહેલા ઓપન-એક્સેસ સર્વલાંસ પ્લેટફઓર્મ પ્રોમેડના ચીનમાં ફેલાઇ રહેલા આ ન્યૂમોનિયા જ કહ્યું હતું. જે ખાસ કરીને બાળકોમાંથી ફેલાઇને મહામારીમાં રૂપાંતરિત થઇ શકે છે. ડિસેમ્બર 2019ના અંતમાં જાહેર એક પ્રોમેડ એલર્ટએ એક નવા વાયરસ વિશે ચેતવણી આપી હતી. જેને પાછળથી સાર્સ-સીઓવી-2ના રૂપે ઓળખવામાં આવ્યો હતો. આટલા બધા બાળોકનું એકસાથે પ્રભાવિત થવું સામાન્ય બાબાત નથી.