– જર્મનીને પણ પાછળ રાખી દીધુ
વિશ્વમાં પર્યાવરણની જે સળગ્યા છે તેની સામે હવે ફોસીસ ફયુલ એટલે કે ખનીજ તેલ, ગેસ જેવી ઉર્જાના બદલે સ્વચ્છ ઉર્જામાં સૌથી વધુ શક્તિશાળી હાઈડ્રોજન ઉર્જા ગણવામાં આવે છે અને વિશ્વ અડધી સદી સુધી હાઈડ્રોજન ઉર્જાથી દોડતું હશે તે નિશ્ચીત છે
- Advertisement -
આ સ્થિતિમાં હવે ટ્રેન પણ હાઈડ્રોજન ઉર્જાથી દોડાવવામાં ચીને વિશ્વને અચંબીત કરી દીધું છે. ગઈકાલે સૌથી ઝડપી પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું ટેસ્ટીંગ કર્યું અને તે પ્રતિ કલાક 160 કી.મી.ની ઝડપે દોડી હતી. ચીનની સરકારી કંપની દ્વારા નિર્મિત આ ટ્રેન હવે અન્ય તમામ ઉર્જાના મારફત દોડતી ટ્રેનનો વિકલ્પ બની જશે. આ ટ્રેન એક વખત ઈંધણ ભરવાથી 600 કી.મી. સુધીનું અંતર કાપી શકે છે.
જો કે આ અગાઉ જર્મનીએ હાઈડ્રોજનથી દોડતી ટ્રેનમાં રેકોર્ડ બનાવી છે. હાલ જર્મનીમાં 14 હાઈડ્રોજન ટ્રેન દોડે છે પણ તેની મહતમ ઝડપ પણ 140 કીમી છે જયારે ચીને તેની પ્રારંભીક ઝડપ જ 160 કીમીની બનાવી છે. ફ્રાન્સે પણ હાઈડ્રોજન ટ્રેનનો વિકલ્પ અપનાવ્યો છે અને ભારત હવે વર્ષના અંતે હાઈડ્રોજન ઈંધણથી દોડતી ટ્રેનનું પરિક્ષણ કરી લેશે જેની ડિઝાઈન હાલ બની રહી છે.