દુનિયાભરમાં સર્વર ડાઉન થવાની અને ડેટા ચોરીની તેમજ સાઈબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે અને તેના માટે ચીન જવાબદાર છે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, ચીન આખી દુનિયામાં હેકરો થકી સાઈબર એટેક કરાવી રહ્યુ છે. આ રિપોર્ટ બહાર પાડ્યા બાદ ચીન સમસમી ઉઠ્યુ છે અને તેણે આ રિપોર્ટને ફગાવી દીધો છે. અમેરિકાના વિદેશ મંત્રી ચીન જવાના છે ત્યારે તેના પહેલા જ આ રિપોર્ટ સામે આવ્યો હોવાથી બંને દેશો વચ્ચે ફરી એક નવા મુદ્દે તણાવ સર્જાયો છે.
- Advertisement -
અમેરિકન સિક્યુરિટી કંપનીના આ રિપોર્ટને ચીનના રાષ્ટ્રપતી શી જિનપિંગે વાસ્તવિકતાથી દૂર હોવાનુ ગણાવીને કહ્યુ છે કે, ચીનની સાયબર ઈન્ડસ્ટ્રીને આ રિપોર્ટ થકી ટાર્ગેટ કરવામાં આવી છે. દરમિયાન ચીનના વિદેશ વિભાગના પ્રવક્તાનુ કહેવુ છે કે, રિપોર્ટમાં જે પણ જાણકારી આપવામા આવી છે તેને ચીન સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકન કંપનીઓ બીજો દેશો દ્વારા કહેવાતા સાઈબર એટેક માટે રિપોર્ટ તૈયાર કરાવતી હોય છે પણ પોતાના દેશની કંપનીઓ દ્વારા જે પ્રકારે હેકિંગ કરવામાં આવે છે તે અંગે ચૂપ રહે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સાઈબર સિક્યુરિટી માટે કામ કરતી ફર્મે પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે, ચીને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં વિદેશ મંત્રાલયો, સરકારી એજન્સીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓને ટાર્ગેટ કરીને સાયબર એટેક કર્યા હતા.