ચીનમાં હવે એક નવો નિયમ બહાર પાડવાની ચર્ચા ચાલી રહી છે એને કારણે ત્યાંના લોકોએ નિવૃત્તિ બાદ પણ કામ કરવું પડશે. ચીનના લોકોનું એવરેજ આયુષ્ય વધુ છે એથી રિટાયરમેન્ટ બાદ ત્યાંની સરકાર તેમને ઘણાં વર્ષ સુધી પેન્શન આપે છે.
આ પેન્શનના બજેટ પર ખુબ અસર પડી રહી છે અને એને કારણે સરકાર રિટાયરમેન્ટની ઉંમર વધારવાનું પ્લાનીંગ કરી રહી છે. 1960માં ચીનમાં લોકોનું એવરેજ આયુષ્ય 44 વર્ષનું હતું. જે 2021માં 78 વર્ષ થઇ ગયું છે અને 2050 સુધીમાં 80 વર્ષ થશે.
- Advertisement -
ચીનમાં બર્થ-રેટનો રેશિયો ઓછો થઇ રહ્યો છે અને વૃદ્ધોનું પ્રમાણ સતત બીજા વર્ષે પણ વધી રહ્યું છે. ચીનમાં હાલમાં પુરુષ માટે રિટાયરમેન્ટ માટેની ઉંમર 60 છે અને મહિલાઓ માટે પંચાવન વર્ષ.
આ પ્રમાણે ચાલતું રહ્યું તો 2035 સુધીમાં ચીન પાસે પેન્શન યોજના માટે જે ફન્ડ છે એ પુરું થઇ જશે. આથી સરકાર હવે રિટાયરમેન્ટ માટેના વર્ષ માટે ચર્ચા કરી રહી છે અને 2029 સુધીમાં એ ઉંમર નક્કી કરવામાં આવશે.
- Advertisement -