જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 હટાવવાને લઇને કેન્દ્ર સરકારના નિર્ણય પર સુપ્રિમ કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે, જેમાં સુપ્રમિ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છએ. સુપ્રમિ કોર્ટના આ નિર્ણયથી પાડોશી દેશ ચીનને ફટકો લાગ્યો છે. ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ આ નિર્ણય પર જણાવ્યું કે, ચીને ક્યારેય પણ ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને માન્યતા આપી નથી. કલમ 370 હટાવવાનો નિર્ણય ભારતનો એક તરફી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કલમ 370 પર ભારતના સુપ્રમિ કોર્ટના નિર્ણયને પૂર્વવર્તી રાજ્ય જમ્મૂ-કાશ્મીરથી કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને અલગ કરવાના કેન્દ્રના નિર્ણયને ચાલુ રાખ્યો છે. જેનો ચીન-ભારત સીમાના પશ્ચિમી છેડ પર અમારા દાવાની કોઇ અશર પડી નથી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિ સાથે પૂર્વવર્તી રાજ્ય જમ્મૂ-કાશ્મીરથી કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને અલગ કરવાના નિર્ણયને લાગુ કર્યો છે. જોકે, અદાલતે જલ્દી જ જમ્મૂ-કાશ્મીરને રાજ્યનો દરરજો આપવા અને સાથે જ આવનારા વર્ષ 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભા ચુંટણી કરવાનો આદેશ આપ્યો છે.
વાતચીતના માધ્યમથી ઉકેલ લાવી શકાય
ભારત-ચીન સીમાના પશ્ચિમી ભાગ પર દાવો કરતા માઓએ કહ્યું કે, ભારતની અધાલતનો નિર્ણય આ તથ્યને બદલી શકે નહીં કે ચીન- ભારત સીમાનો પશ્ચિમી ભાગ હંમેશા ચીનનો રહેશે. આ મુદા પર પહેલા પણ ચીનની તરફથી અનેક નિવેદન આવી ચૂક્યા છે. ત્યારે પાડોશી દેશની તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશમીર મુદા પર વાતચીત દ્વારા ઉકેલ મેળવી શકાય છે.
પાકિસ્તાનના પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યો
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે આ મુદા પર ચીનની પ્રતિક્રિયા માંગનાર એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, કાશ્મીર મુદા પર ચીનની સ્થિતિ સ્પષ્ટ છે. આ ભારત અને પાકિસ્તાનની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ છે અને તેના સંયુક્ત રાષ્ટ્રીય ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરાર માટે શાંતિપૂર્ણ રીતે સંબોધિત કરવામાં આવશે.