સવારમાં ઠંડા પવન અને 12.5 ડિગ્રીથી રાજકોટવાસીઓ ધ્રુજ્યા: અમરેલીમાં 11 ડિગ્રી: હજુ એક સપ્તાહ ઠંડીમાં વધ-ઘટ રહેશે: 25મી બાદ કડકડતી ઠંડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત સવારનાં ભાગે તાપમાન ઘટી રહ્યું છે. આથી ઠંડીનું પ્રમાણ પણ ક્રમશ: વધી રહ્યું છે. આજે સવારનાં જ 8 કી.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાતા સવારનાં ભાગે નગરજનોએ તિવ્રઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.
દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ એક સપ્તાહ સુધી સૂર્ય પ્રકાશિત, હવામાન વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો 10 થી 13 ડિગ્રી વચ્ચે રહેશે. જો કે નલિયા અને સુરેન્દ્રનગરમાં ઠંડી વધુ રહેશે.હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ રાજયમાં કડકડતી ઠંડીનો દૌર રૂપ ડિસેમ્બરથી શરૂ થશે અને જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહ સુધી ધ્રુજાવી દેતી ઠેડી યથાવત રહેશે.
જોે કે ચાલુ સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીમાં વધ-ઘટ રહેશે. દરમ્યાન અંતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે શિયાળાએ જમાવટ પકડી હોય તે રીતે આજે સવારે અનેક સ્થળોએ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડયુ હતુ.અને તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. ખાસ કરીને આજે ચાલુ શિયાળુ સિઝનમાં સૌ પ્રથમવાર રાજયમાં નલિયા ખાતે સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયું હતું.
આજે સવારે નલિયા ખાતે 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સરહદી વિસ્તારના નલિયા વાસીઓ ધ્રુજી ગયા હતા. આ ઉપરાંત આજે રાજકોટ, અમરેલી, જામનગર, ડિસા, અને વડોદરા વાસીઓએ પણતિવ્ર ઠંડી અનુભવી હતી. આજે સવારે રાજકોટમાં 12.5, જામનગરમાં 12.4, ડિસામાં 12.7, વડોદરામાં-12 ડિગ્રી તથા જૂનાગઢમાં 12.3 અને તથા અમરેલીમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે પોરબંદરમાં 13.6, વેરાવળમાં 18.2, ભુજ અને ભાવનગરમાં 14.6, દિવમાં 14.8, તથા ગાંધીનગર ખાતે 13 ડિગ્રી અને કંડલામાં 14.7, તથા દ્વારકામાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. સોરઠ જીલ્લામાં હજુ શિયાળો જામ્યો ન હોય તેમ ડિસેમ્બર માસ પૂર્ણતાની આરે હોવા છતાં ઠંડીનો માહોલ જોવ મળતો નથી. બપોરના તાપમાન વધીને 3ર ડિગ્રીએ પારો પહોંચી જતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે વહેલી સવારે અને સાંજે ઠંડીનો પારો નીચે જઇને 1ર.પ ડિગ્રીએ નોંધાયો છે. તથા જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે પણ લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી રહ્યું હતું.તો મહતમ તાપમાનમાં 1.5 ડિગ્રીના વધારા સાથે 31 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે પવનની ગતિમાં ત્રીજો 3 કિમિના ઘટાડા સાથે પ્રતિકલાક 2 કિમિ રહી હતી.આમ છતાં રાત થી લઈને વહેલી સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ હતી.રાત્રીના સમયે રસ્તાઓ સુમસામ રહ્યા હતા.



