જૈન વિઝનની અનોખી સેવા
જુદા જુદા માર્ગો ઉપર લકઝરીયસ કારમાં ફેરવ્યા: દરેકના હાથમાં ત્રિરંગા લહેરાતા હતા, ઓપરેશન સિંદુરને યાદ કર્યું
TRP અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સુખી સંપન્ન પરિવારના બાળકોને તો મનોરંજન માટે તેમના વાલીઓ મોંઘી કારમાં સફર કરાવતા હોય છે અને ફાઈવ સ્ટાર હોટેલમાં ભોજન પણ કરાવતા હોય છે પરંતુ છેવાડાના વિસ્તારમાં રહેતા અને સુખ-સુવિધાથી વંચિત બાળકોને આવો લાભ મળતો હોતો નથી. જો કે, રાજકોટની સામાજિક સંસ્થા જૈન વિઝને આવા બાળકોના વાલી બનીને તેમને મોંઘી કારમાં સફર કરાવી છે અને ફાઈવ સ્ટાર હોટલમાં ભોજન પણ કરાવ્યુ છે. જૈન વિઝનનાં આ સેવા કાર્યની ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને મિત્રોને આવો સુંદર વિચાર આવ્યો હતો અને તુરંત અમલમાં પણ મુક્યો હતો. પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે સંકળાયેલા 51 ગરીબ બાળકોને મોંઘી કારમાં સફર કરાવવાનું અને તેમને ફાઈવ સ્ટાર હોટલમાં ભોજન કરાવવાનું બીડુ ઝડપ્યુ હતું અને દાતાઓના સહયોગથી તે પૂરું પણ કર્યું છે.
રવિવારે બધા બાળકોને શાસ્ત્રી મેદાનમાંથી મોટી મોટી લકઝરીયસ કારમાં બેસાડવામાં આવ્યા હતા અને શહેરના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફેરવવામાં આવ્યા હતા.
આ પછી મોડેથી યાજ્ઞિક રોડ ઉપર આવેલી ઈમ્પીરીયલ હોટલમાં લઇ જઈને તમામને ભાવતા ભોજન કરાવવામાં આવ્યા હતા.
બાળકોની આ કાર યાત્રા દરમિયાન દરેકના હાથમાં ત્રિરંગા રાખવામાં આવ્યા હતા અને ઓપરેશન સિંદુરને યાદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોએ રાજકોટના અગ્નિકાંડને એક વર્ષ થયું હોવાથી મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ પ્રસંગે દીપાબેન જયેશભાઈ શાહે બાળકોને નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા. આ કાર્યક્રમ મા સોનમ ક્વાટ્સ ના જયેશભાઇ શાહ, ભાજપ અગ્રણી અનિલભાઈ મકવાણા, પદ્માવતીબેન અજીતભાઈ જૈન, જૈન અગ્રણી મહેશભાઈ મહેતા, દિપકભાઈ કોઠારી, જૈન વિઝન મહિલા વિંગના અમિષાબેન દેસાઈ, કાજલ દેશાઇ, ધ્વનિ શાહ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી ને બાળકોનો ઉત્સાહ વધારેલ હતો.
સામાન્ય રીતે ગરીબ બાળકોને આવી જાહોજલાલીનો અનુભવ કરાવવા માટે કોઈ આગળ આવતું નથી પરંતુ જૈન વિઝન પહેલેથી જ આવા કાર્યો સાથે જોડાયેલી છે અને આખું વર્ષ આવા સુંદર કાર્યક્રમો કરતી રહે છે.
આ કાર્ય માટે જૈન વિઝનને જૈન અગ્રણી જિનેશભાઈ ગાંધી, સપૂણ સહયોગ આપેલ હતો, ક્રિષ્ના ડેરી ના અર્જુનભાઈ બાળકોને જાંબુ કેન્ડી ખવડાવેલ હતી, બાળકો નું મનગમતું પાત્ર જોકર બાળકોને સાથે ડાન્સ કરાવીને ચોકેલેટુ આપીને ચેહરા ઉઔર હાસ્યની ફુલજડી કરાવેલ બાળકો ચિચાયરીથી બાળકો થી મોટેરાઓ પણ કિલકિલાટ થઈ ગયેલ. આ કાર્યક્રમની સફળતા માટે અજીત જૈન, અખિલ શાહ, જય મહેતા, મોનિલ શાહ, કેતન સંઘવી, અંકિત શાહ,નીલ મહેતા હિતેષ દેસાઈ, ધવલ મહેતા, ભાવેશ લાખાણી , રાહુલ દેસાઈ, પ્રશાંત, ચોક્સી, હેતલ કોઠારી, ભગીરથ નકુમ, ગૌતમ વઘાસીયા, નારણ બગથરિયા, તેમજ પૂજીત રૂપાણી ટ્રસ્ટના અમિનેષભાઈ રૂપાણી માગદર્શન પૂરું પાડેલ હતું અને ટ્રસ્ટના ભાવિનભાઈ સહિત તમામ સ્ટાફ ગણએ જહેમત ઉઠાવી હતી.