મૉંના દર્શન કરી સાડી, ફુલહાર તલવાર અને પ્રસાદનો ભોગ ધરાવશે
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.22
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે જશે.જયા તેઓ માતાના મઢની મુલાકાત લઈ મૉં આશાપુરાના આર્શીવાદ લેશે. ભુપેન્દ્ર પટેલ પોતાના કાર્યકાળ દરમ્યાન પ્રથમવાર માતાજીના મઢની મુલાકાત લઈ રહ્યા છે માતાના મઢે શીશ ઝુકાવી લોકોની સલામતી માટે પ્રાર્થના કરશે.
- Advertisement -
ભાજપ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચારમાં જોડાશે.લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોટથી ચાલી રહ્યો છે. અનેક સ્થળોએ જાહેર સભા તેમજ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ દરમ્યાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત લેશે..અને માતાના મઢે શીશ ઝુકાવશે મુખ્યમંત્રી માતાના આર્શીવાદ લઈ સાડી ફુલહાર, તલવાર અને પ્રસાદનો ભોગ ધરાવવામાં આવશે.સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના કાર્યકાલ દરમ્યાન પ્રથમવાર માતાના મઢે જઈ રહ્યા છે. ગાંધીનગરથી કચ્છ જશે. અને માતાની સલામતી માટે પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ ભાજપ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચારમાં જોડાશે અને તેઓની સભામાં હાજરી આપશે.