મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા.મુખ્યમંત્રી મહાશિવરાત્રી પર્વ નિમીત્તે સોમનાથમાં પ્રથમ વાર ઉજવાનારા સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા.આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રીએ 12 જ્યોતિર્લીંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પ્રસાદભેટ આપવામાં આવી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી

Follow US
Find US on Social Medias