ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (છઈઇ)એ બીજી વખત વુમન્સ પ્રીમિયર લીગ (ઠઙક) જીતી લીધી છે. ટીમે ગુરુવારે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું. બેંગલુરુ 2024માં પહેલીવાર ચેમ્પિયન બન્યું હતું, જ્યારે દિલ્હીએ સતત ચોથી ફાઈનલ મેચ ગુમાવી છે.
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બેંગલુરુએ 2 બોલ બાકી હતા ત્યારે જ 204 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 87 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે જોર્જિયા વોલે 79 રન બનાવ્યા હતા. આ બંનેએ મળીને માત્ર 92 બોલમાં 165 રનની વિનિંગ ભાગીદારી કરી હતી.
છેલ્લી ઓવરમાં 10 રન જોઈતા હતા. રાધા યાદવ અને નદીન ડી ક્લર્કે શરૂઆતના બે બોલ પર 2 સિંગલ લીધા. રાધાએ ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ચોથો બોલ તેણે કવરની દિશામાં રમ્યો, પરંતુ તેનું બેટ સ્ટમ્પ સાથે અથડાયું. બોલ બાઉન્ડરીની બહાર જતો રહ્યો, પરંતુ બેઇલ્સ પડી નહીં. આ રીતે છઈઇએ બીજું ટાઇટલ જીતી લીધું.
- Advertisement -
સ્મૃતિ-જોર્જિયા વચ્ચે 165 રનની ભાગીદારી
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી અને ગ્રેસ હેરિસ માત્ર 9 રને આઉટ થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ કેપ્ટન સ્મૃતિ મંધાના અને જોર્જિયા વોલે બાજી સંભાળી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 92 બોલમાં 165 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી, જે વુમન પ્રીમિયર લીગમાં કોઈ પણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. વોલે 54 બોલમાં 79 રનનું પ્રદાન આપ્યું હતું, જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની આક્રમક ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી ત્યારે રાધા યાદવે બે ચોગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી.



