ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત જીલ્લાની નવ તાલુકા પંચાયતોના નવા સુકાનીઓના નામો આજે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે ચેતન કથીરીયા તથા ઉપપ્રમુખ માટે પરસોતમભાઈ મેવાસીયાના નામ જાહેર થયા હતા. રાજકોટ સિટી પ્રાંત-2 સંદીપકુમાર વર્માની અધ્યક્ષતામાં આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં નામો જાહેર થયા હતા. બે દાવેદારોમાંથી સણોસરાની બેઠક પરથી ચુંટાયેલા ચેતન કથીરીયાનું નામ ફાઈનલ થયુ હતું
- Advertisement -
જયારે ઉપ પ્રમુખપદે ચિત્રાવાડાના સરપંચ રહી ચુકેલા પરસોતમ મેવાસીયાનું નામ ફાઈનલ થયુ હતું. ગઈકાલે બન્નેએ ફોર્મ ભર્યા હતા. જે બિનહરીફ ચૂંટાયા છે. રાજકોટ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિત આઠ તાલુકા પંચાયતના સુકાનીઓના નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.