માનવીઓમાં પણ અસર: વિડીયો વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
અંકલેશ્ર્વર ઔદ્યોગીક વસાહત હજારો લોકોને વર્ષોથી રોજગારી આપી રહી છે. જોકે હવા, પાણી અને જમીન પ્રદુષણના કારણે આ હજારો લોકોની આવરદા પર પણ વિપરીત અસરો ધીમાઝેર સ્વરૂપે કરે છે. ત્યાં ફરી એક વખત વિવિધ પીગમેન્ટથી રંગાયેલા શ્ર્વાનનો વિડીયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. ડાયઝ, ઈન્ટરમીડીયેટ કંપનીઓ અને પીગમેન્ટનાં કારણે અહીં ઘણીવાર કામ કરતા કામદારો ગુલાબી, ભુરા, પીળા કે લીલા રંગે રંગાયેલા જોવા મળે છે. હવે ફરી એક વખત ગુલાબી રંગે રંગાયેલા શ્વાનોનો વિડીયો સામે આવ્યો છે.
- Advertisement -
આ અગાઉ પણ આ ઔદ્યોગીક નગરીમાં રંગીન કુતરાઓ નજરે પડયા હતા. જયારે આવી ડાઈઝ, ઈન્ટર મીડીયેટ પીગમેન્ટ બનાવતી કંપનીમાં કામ કરતા કામદારો રોજેરોજ અલગ અલગ રંગે રંગાયેલા છે. પીગમેન્ટના કારણે તેમનું આખુ શરીર અં અંગે રંગાઈ જાય છે. કેમીકલયુકત કલર પીગમેન્ટના કારણે ચામડીના ગંભીર રોગો, કેન્સર સહિતની બિમારીઓનો તેઓ શિકાર બની શકે છે.