ખાસ-ખબર સંવાદદાતા
ફૂડ વિભાગ દ્વારા નિતાસ, ચુનારાવાડ શેરી નં. 4, ડાભી હોટેલ વાળી શેરી, રાજકોટ મુકામેથી શ્રી સુનિલભાઈ હરેશભાઈ રાવતાણી પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “સ્વસ્તિક રીફાઇન્ડ કપાસિયા તેલ (1 લિટર.પેક્ડ બોટેલ)” નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં કોટન સીડ ઓઇલની ગેરહાજરી ને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ તેમજ લેબલ પર લોગો અને લાઇસન્સ નંબર તથા એક્સપાયરી ડેટ દર્શાવેલ ન હોય નમૂનો મિસબ્રાન્ડેકડ ફૂડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા જય જલિયાણ એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં – 393, મોચી નગર હાઉસીંગ સોસાયટી, મોચી નગર, શીતલપાર્ક રોડ, રાજકોટ મુકામેથી શ્રી જિગ્નેશભાઈ જયંતિભાઈ રૂપારેલીયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ફ્રૂટ શ્રીખંડ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિલ્ક ફેટ ધારા ધોરણ કરતાં ઓછા હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
ફૂડ વિભાગ દ્વારા શહેરના ગાયત્રીનગર મેઇન રોડ તથા કેવડાવાળી મેઇન રોડ વિસ્તારમાં આવેલ (1)જલારામ ખમણ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)સુરતી નાયલોન ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)શ્રીજી બેકરી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)મુકેશ રસ ડિપો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જય બજરંગ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ફ્રેશ ફ્રેશ કેક પેસ્ટ્રી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્રી મોમાઇ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)શિવ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)જલારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)વહી આપકા રાજા પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)લક્ષ્મી પરોઠા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 7 નમૂના લેવામાં આવ્યા.જેમાં વિલિયમ જોન પીઝાનું ચીઝ અને માયોનીઝ, લામિલનો પીઝેરીયામાંથી ચીઝી સોસ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા.