ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી, 13ને લાઇસન્સ અંગે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાણાવટી સર્કલ થી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 13 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં (01)મોમાઈ સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ખોડિયાર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)દેવાંશી જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)સમૃધ્ધા ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ભવાની કિરણા ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)આસ્થા પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)માધુરી નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)પુજા પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)મહેશ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)જલારામ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ક્રિષ્ના સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ખોડિયાર જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)રાધે ડ્રાયફ્રૂટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે તથા (14)જય ચામુંડા ફરસાણ (15)ચાકૂસ કિચન (16)અનુગ્રહ સેલ્સ એજન્સી (17)શ્રી યમુનાજી સુપર માર્કેટ (18)શાયોના પ્રોવિઝન સ્ટોર (19)ડોલી અમુલ પાર્લર (20)જલીયાણ ફરસાણ (21)બાપાસીતારામ કોલ્ડ્રિંક્સ (22) જય ગોપાલ ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.
તહેવારોને અનુલક્ષીને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતાં. (1) મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ- શિવશક્તિ ગૃહ ઉધોગ, નવરંગપરા-1, “બાલાજી કૃપા”, મવડી પ્લોટ, રાજકોટ. (2) મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ સાક્ષી ગૃહ ઉધોગ, તિરુપતિ સોસાયટી શેરી નં.2, કોઠારીયા રિંગ રોડ, બાય પાસ, રાધામિરા હોટેલની સામે, રાજકોટ. (3) મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ- ગજાનન ઓન પાપડી ગૃહ ઉધોગ, “માં આશિષ”, ગણેશનગર શેરી નં.10, કોઠારીયા રિંગ રોડ, રાજકોટ. (4) ગૂંદીના લાડુ (લુઝ): સ્થળ- શિવશક્તિ ગૃહ ઉદ્યોગ, કોઠારીયા રોડ, રાજકોટ. (5) બટર મલાઈ બરફી (લુઝ): સ્થળ- પટેલ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ.(6) ટોપરા પાક (લુઝ): સ્થળ- જાગનાથ ડેરી ફાર્મ ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ. (7) અંજીર પાક (લુઝ): સ્થળ- ગોવિંદમ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ. (8) કેસર પેંડા (લુઝ): સ્થળ- રોયલ ડેરી ફાર્મ, ડાયમંડ પાર્ટી પ્લોટ વાળો રોડ, કોઠારીયા, રાજકોટ.(9) થાબડી (મીઠાઇ -લુઝ): સ્થળ- શ્રી સત્યમ ડેરી ફાર્મ, નીલકંઠ સિનેમા બાજુમાં, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ. (10) બટર સ્કોચ બરફી (મીઠાઇ- લુઝ): સ્થળ- નવનીત ડેરી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.