ફાયર NOC વગરની હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે
રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની દુર્ઘટના બાદ મોરબી જિલ્લામાં પણ તંત્ર દ્વારા ફાયર એનઓસી મામલે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આજે મોરબીમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને વિવિધ હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અને જરૂર જણાય તે હોસ્પિટલને નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
- Advertisement -
મોરબી સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમો દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફાયર એનઓસી અને બીયુ પરમિશન મામલે મોરબીનાં સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ અંગે તપાસ હાથ ધરાઈ છે. જેમાં હોસ્પિટલમાં આગ લાગવાના સમયે ફાયારને કાબુમાં લેવા કેવા કેવા પ્રકારની વ્યવસ્થા છે. અને ઇમરજન્સ માટે શું તકેદારી રાખવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તપાસ દરમિયાન જે હોસ્પિટલોમાં ફાયર સુવિધામાં ઉણપ દેખાય તેમને નોટિસો આપી ખુલાસા પૂછવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.